ભારતીય મૂળના Parag Agrawal બનશે Twitterના નવા CEO, જાણો કોણ છે પરાગ અગ્રવાલ

|

Nov 29, 2021 | 11:06 PM

Parag Agrawal 2011 થી ટ્વિટર સાથે જોડાયેલા છે અને 2017 થી CTO છે. નવા CEO પરાગ અગ્રવાલનું નામ જાહેર કર્યા પછી, Twitterના CTOએ કહ્યું કે હું સન્માનિત અનુભવું છું.

ભારતીય મૂળના Parag Agrawal બનશે Twitterના નવા CEO, જાણો કોણ છે પરાગ અગ્રવાલ
Parag Agarwal will be the new CEO of Twitter

Follow us on

Twitter Incના સહ-સ્થાપક અને CEO જેક ડોર્સી (Jack Dorsey)એ સોમવારે રાજીનામું આપ્યું. તેમના રાજીનામાના પત્રમાં જેક ડોર્સીએ જણાવ્યું હતું કે કંપનીમાં સહ-સ્થાપકથી CEO, પછી ચેરમેન, એક્ઝિક્યુટિવ ચેરમેન, વચગાળાના-CEO થી CEO સુધી લગભગ 16 વર્ષ કામ કર્યા પછી, મેં નક્કી કર્યું કે આખરે મારા માટે છોડવાનો સમય આવી ગયો છે. પરાગ અગ્રવાલ (Parag Agarwal)અમારા CEO બની રહ્યા છે.

ડોર્સી 2022માં તેમનો કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધી બોર્ડમાં રહેશે. પરાગ અગ્રવાલ 2011 થી ટ્વિટર સાથે જોડાયેલા છે અને 2017 થી CTO છે. નવા CEO પરાગ અગ્રવાલનું નામ જાહેર કર્યા પછી, Twitterના CTOએ કહ્યું કે હું સન્માનિત અનુભવું છું.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જાણો ટ્વીટરના નવા CEO પરાગ અગ્રવાલ વિશે

1. પરાગ અગ્રવાલ છેલ્લા એક દાયકાથી ટ્વિટર સાથે જોડાયેલા છે. તેઓ સોફ્ટવેર એન્જિનિયર તરીકે ટ્વિટરમાં જોડાયા અને પછી ચીફ ટેક્નોલોજી ઓફિસર બન્યા.

2. CTO તરીકે, પરાગ Twitterની ટેકનીકલ વ્યૂહરચના અને સમગ્ર ઉપભોક્તા, આવક અને વિજ્ઞાન ટીમોમાં મશીન લર્નિંગ અને AIની દેખરેખ માટે જવાબદાર હતા.

3. ટ્વિટર પહેલા, પરાગ અગ્રવાલે Microsoft, Yahoo અને AT&T લેબ્સ સાથે કામ કર્યું હતું.

4. પરાગ અગ્રવાલે કોમ્પ્યુટર સાયન્સ, IIT બોમ્બેમાં એન્જિનિયરિંગમાં બી.ટેક.નો અભ્યાસ કર્યો અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી.  કર્યું.

5. PeopleAI અનુસાર પરાગ અગ્રવાલની અંદાજિત નેટવર્થ $1.52 મિલિયન છે.

Googleના પેરેન્ટ આલ્ફાબેટમાં સુંદર પિચાઈ અને માઈક્રોસોફ્ટમાં સત્ય નડેલાથી લઈને IBMના અગ્રણી અરવિંદ કૃષ્ણ અને Adobe ખાતે શાંતનુ નારાયણ અને પરાગ અગ્રવાલ. વિશ્વની કેટલીક ટોચની ટેક કંપનીઓનું નેતૃત્વ કરતા ભારતીય મૂળના CEOની લાંબી યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે.

Published On - 10:45 pm, Mon, 29 November 21

Next Article