Technology: આજના ટેક-પ્રભુત્વના સમયમાં, આપણા માટે બધું સરળ બનાવવા માટે એક મોબાઇલ એપ્લિકેશન છે. ગૂગલ મેપ્સ પણ એક એવી એપ છે જેનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં થાય છે. તમારી નજીકની હોટલ, એટીએમ વગેરેથી લઈને કોઈપણ સ્થળે જવાના રસ્તા સુધી આ એપ પર આ બધી વસ્તુઓ સરળતાથી શોધી શકીએ છીએ.
માર્ગો વિશે જણાવવા માટે, આગળ ક્યાં જવું અથવા સીધું જવું, આ બધું આપણને સ્ટેપ બાય સ્ટેપ સૂચના સ્વરૂપે આપવામાં આવે છે. પરંતુ તાજેતરમાં જ યૂઝર્સને આ નેવિગેશન સાઉન્ડમાં તફાવત જોવા મળ્યો જ્યાર બાદ લોકોનું કહેવું છે કે ગુગલ મેપ્સમાં ખામી સર્જાઇ છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એપનો ઉપયોગ કરતી વખતે, કેટલાક વપરાશકર્તાઓએ અચાનક એક અલગ અવાજમાં, એક અલગ સ્વરમાં સૂચનાઓ સાંભળવાનું શરૂ કર્યું, આ યૂઝર્સનું કહેવું છે કે તેમણે એપની કોઇ સેટિંગ્સમાં બદલાવ નથી કર્યો આમ છતાં કમાન્ડ અને અવાજમાં બદલાવ જોવા મળ્યો.
વપરાશકર્તાઓનું કહેવું છે કે નેવિગેશન આપતો અવાજ અચાનક એક અલગ અવાજમાં બદલાઈ જાય છે તો કેટલીક વાર મૂળ અવાજમાં બોલવાનું શરૂ કર્યું. જ્યારે કેટલાક વપરાશકર્તાઓ માટે આ અવાજ સ્ત્રીમાંથી પુરુષના અવાજમાં બદલાઈ ગયેલો સાંભળવા માળ્યો અને તેઓએ તેમાં ભારતીય ઉચ્ચારણ પણ સાંભળ્યુ, જ્યારે કેટલાક લોકોએ આ અવાજ ફારસી ભાષામાં સાંભળવાનું કહ્યુ.
વપરાશકર્તાઓ એપ્લિકેશન પર ડિફોલ્ટ નેવિગેશન સાઉન્ડને બિલકુલ બદલી શકતા નથી, જે તેમને પરેશાન કરે છે. આ સિવાય, એક વપરાશકર્તા એમ પણ કહે છે કે જો કે તેણે બધી રીતે સમાન અવાજ સાંભળ્યો હતો, પરંતુ અવાજ ચોક્કસ સૂચના માટે બદલાતો હતો.
ગૂગલે લોકોની આ સમસ્યાને સ્વીકારી લીધી છે અને એમ પણ કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં જ તેનો ઉકેલ શોધી કાઢશે. જે વપરાશકર્તાએ આ વિશે ફરિયાદ કરી છે તેને ગૂગલ મેપ્સ ટ્વિટર એકાઉન્ટ તરફથી જવાબ મળ્યો છે કે તેની ટીમ એપમાંથી ટૂંક સમયમાં આ બગને ઠીક કરશે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –