હાલમાં દરેક ફિલ્મ થીએટરમાં રિલિઝ થયા બાદ તે OTT પર દર્શાવવામાં આવે છે. જો તમે પણ તમારી ફેવરિટ મૂવી અથવા વેબ સિરીઝ ફ્રીમાં જોવા માંગો છો, તો આ માહિતી તમારા માટે છે. આજે જાણીશું કે, તમે કેવી રીતે તમારી ફેવરિટ ફિલ્મ કે વેબ સિરીઝ ક્યાં અને કેવી રીતે જોઈ શકો છો. તેના માટે તમે એ વેબસાઇટ પર જાઓ જે તમને દરેક OTT પ્લેટફોર્મના અપડેટ્સ બતાવે છે. આ સિવાય આ પ્લેટફોર્મ પર તમને એ પણ જાણવા મળશે કે તમે ફ્રીમાં ક્યાં જોઈ શકો છો.
જો તમે દરેક ફિલ્મ અને વેબ સિરીઝની વિગતો એક જગ્યાએ જોવા માંગતા હોય અને અલગથી સર્ચ કરવાનું ટાળવા માંગતા હોય, તો તમે આ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. તેના માટે તમારે ગૂગલ સર્ચ બારમાં JustWatch ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ તમને આ વેબસાઇટની લિંક દેખાશે, તેના પર ક્લિક કરો. હવે ડેશબોર્ડ પર બધા જ OTT પ્લેટફોર્મનું લિસ્ટ શો થશે. એટલું જ નહીં, તમે અહીં તમામ લેટેસ્ટ મૂવીઝથી લઈને ઓલ્ડ મૂવીઝ અને વેબ સિરીઝ જોવા મળશે.
નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ અને ડિઝ્ની હોટસ્ટાર જેવા લોકપ્રિય OTT પ્લેટફોર્મ પરથી પ્રીમિયમથી લઈને ફ્રી સ્ટ્રીમિંગ કન્ટેન્ટ મળી જાય છે. તમે Netflix ની કોઈપણ સિરિઝ ફ્રીમાં ક્યાં જોઈ શકો છો. આ ઉપરાંત કઈ સિઝન ક્યાં ઉપલબ્ધ છે, કેટલી મિનિટની છે અને કઈ વિઝ્યુઅલ ક્વોલિટીમાં અવેલેબલ છે વગેરે તમામ વિગતો એક જગ્યાએ ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો : મેસેજમાં આવેલી લિંક પર ક્લિક નહીં કરો તો ફોન હેક થઈ જશે, જો આવો કોલ આવે તો રહો સાવધાન, જાણો કેવી રીતે કરે છે ફ્રોડ
આ પ્લેટફોર્મ પર તમને એક એવું ફીચર પણ મળે છે જેના પર ક્લિક કરી શકો છો. આ એક નોટિફિકેશન બટન છે જે તમને જણાવે છે. ધારો કે તમે ગેમ ઓફ થ્રોન્સ (2011) ફ્રીમાં જોવા માંગો છો, પરંતુ હાલમાં આ સિરિઝ ભારતમાં કોઈપણ પ્લેટફોર્મ પર ફ્રીમાં જોઈ શકાતી નથી. આ સ્થિતિમાં તમે તેની નીચે આપેલ બેલ આઈકોન પર ક્લિક કરી શકો છો. આ સાથે, જ્યારે પણ આ મૂવી કોઈપણ જગ્યાએ ફ્રીમાં ઉપલબ્ધ થશે, ત્યારે તમને સૂચિત કરવામાં આવશે.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો