આજના સમયમાં સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મનો ઉપયોગ ઘણો વધી ગયો છે. સોશિયલ મીડિયાના આ યુગમાં જો લોકપ્રિય એપ્સની વાત કરીએ તો ઈન્સ્ટાગ્રામનું (Instagram) નામ ચોક્કસથી લેવામાં આવશે. વોટ્સએપની (WhatsApp) જેમ ઇન્સ્ટાગ્રામ પણ તેના યુઝર્સ માટે સમયાંતરે નવા ફીચર્સ જાહેર કરતું રહે છે. હાલમાં જ ઈન્સ્ટાગ્રામ એ એવા લોકો માટે એક ખાસ ફીચર લોન્ચ કર્યું છે જેઓ ઈન્સ્ટાગ્રામ પર વધુ સમય વિતાવે છે અને આ ફીચરનું નામ છે ‘Take a Break‘. આવો જાણીએ તેના વિશે..
એડમ મોસેરીએ એક ટ્વિટ દ્વારા માહિતી આપી છે કે ઇન્સ્ટાગ્રામે ‘ટેક અ બ્રેક’ નામના ફીચરનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. આ ફીચર ખાસ કરીને એવા યુઝર્સ માટે છે જેઓ ઈન્સ્ટાગ્રામ પર જરૂર કરતાં વધુ સમય વિતાવે છે. આ ફીચરની મદદથી તેઓ પોતાના સમયને યોગ્ય રીતે મેનેજ કરી શકશે. આ ફીચર સાથે, યુઝરને ઇન્સ્ટાગ્રામ તરફથી રિમાઇન્ડર મળશે કે તેણે બ્રેક લેવો જોઈએ.
જો તમે વિચારી રહ્યા છો કે ઇન્સ્ટાગ્રામનું આ નવું ફીચર કેવી રીતે કામ કરશે, તો અમે તમને જણાવી દઇએ કે આ એક ઓપ્ટ-ઇન કંટ્રોલ ફીચર છે એટલે કે જો તમે ઇચ્છો તો તેને તમારા માટે ઓન કરી શકો છો. આ ફીચરમાં, તમારે એક સમય અંતરાલ સેટ કરવાનો રહેશે, જે પછી તમને એપ તરફથી એટલો સમય સુધી એપનો ઉપયોગ કર્યા પછી રિમાઇન્ડર મળશે કે તમારે બ્રેક લેવો જોઈએ.
ઇન્સ્ટાગ્રામનું આ ‘ટેક અ બ્રેક’ ફીચર, જે હાલમાં ટેસ્ટિંગ તબક્કામાં છે, તે ડિસેમ્બરમાં તમામ યુઝર્સ માટે સંપૂર્ણપણે રોલઆઉટ કરવામાં આવશે. અત્યારે કંપની એક સપ્તાહની અંદર ટોચના એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સ અને iOS ઉપકરણો માટે આ સુવિધાને રોલ આઉટ કરી રહી છે. ઈન્સ્ટાગ્રામને આશા છે કે આ ફીચરને સારો પ્રતિસાદ મળશે કારણ કે યુઝર્સને આ ફીચરની જરૂર હતી.
ઇન્સ્ટાગ્રામનું માનવું છે કે આ ફીચરની મદદથી યુઝર્સ તેમના સમયને એ રીતે વિભાજિત કરી શકશે કે તેઓ તેમના મહત્વના કાર્યોને નજર અંદાજ નહીં કરે અને આ સોશિયલ મીડિયા એપ પર વધુ સમય વિતાવશે નહીં.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –