કહેવાય છે ને કે દરેક સફળ વ્યક્તિ પાછળ એક સ્ત્રીનો જ હાથ હોય છે. ગુગલના સીઇઓ સુંદર પિચઇની સફળતા પાછળ પણ તેમની પત્નિનો જ હાથ છે. આજે અજાણ્યા રસ્તાઓ પર અથવા તો નવી જગ્યાઓએ જવુ હોય તો તમને કેટલુ સરળ લાગે છે. પહેલાના સમયમાં લોકોને રસ્તા પુછી પુછીને કોઇ જગ્યાએ પહોંચવુ પડતુ હતુ, પરંતુ હવે ગુગલ મેપ્સની મદદથી સરળતાથી લોકો પોતાના ડેસ્ટીનેશન પર પહોંચી જાય છે.
ગુગલ મેપ્સની મદદથી તમને તમામ પ્રકારની જાણકારી મળી રહે છે જેમકે તમને પહોંચવામાં કેટલો સમય લાગશે, રસ્તા પર કેટલો ટ્રાફિક હશે, કયો રસ્તો ખુલ્લો હશે આ બધુ તમને ચપટી વગાડતા જાણી શકો છો. પરંતુ શુ તમે જાણો છો કે ગુગલ મેપ્સ બનાવવા પાછળ એક ઝગડો જવાબદાર છે. જી હાં સુંદર પિચઇનો તેની પત્નિ સાથે થયેલો એક ઝગડો કારણ બન્યુ છે ગુગલ મેપ્સના બનવાનું.
ગુગલ મેપ્સનો આઇડિયા સૌથી પહેલા ગુગલના સીઇઓ સુંદર પિચઇને આવ્યો હતો. સુંદર આ સમયે આલ્ફાબેટ (Alphabet Inc.) ના સીઇઓ છે. તમને જણાવી દઇએ કે ગુગલ જેવી કંપની આલ્ફાબેટની સબ્સિડરી છે, એટલે કે ગુગલ આલ્ફાબેટની એક પ્રોડક્ટ છે.
એક ઝગડાને કારણે બન્યુ ગુગલ મેપ્સ
સુંદર પિચઇ અમેરીકામાં રહે છે. 2004 માં તેમના એક સંબંધીએ તેમને પોતાના ઘરે ડિનર પર બોલાવ્યા હતા. સુંદરે અહીં તેમની પત્નિ સાથે જવાનું હતુ એટલે બંનેએ મળીને એક પ્લાન બનાવ્યો. તેમણે નક્કી કર્યુ કે તેઓ સવારે ઓફિસ જશે અને પછી સાંજે ડાયરેક્ટ ત્યાં જ પહોંચી જશે. એટલે કે તેમની પત્નિ ઘરેથી ડિનર માટે આવવાની હતી અને સુંદર ઓફિસથી ડાયરેક્ટ સાંજે ડિનર પ્લેસ પર પહોંચવાના હતા.
આ ડિનરનો પ્રોગ્રામ રાત્રે 8 વાગ્યેનો હતો અને તેમની પત્નિ અંજલી કાર લઇને સમયે પહોંચી ગઇ અને સુંદર પણ ઓફિસથી નિકળી ગયા. પરંતુ તેમને પહોંચતા પહોંચતા 10 વાગી ગયા. જ્યારે સુંદર ત્યાં પહોંચ્યા તો તેમની પત્નિ ડિનર કરીને નીકળી ગઇ હતી અને સુંદર પણ બાદમાં જમ્યા વગર ઘરે જતા રહ્યા. ઘરે પહોંચતા જ તેમની પત્નિએ તેમની સાથે ઝગડો શરૂ કરી દીધો કારણ કે સુંદર સમયસર નહી પહોંચ્યા અને તેમની ઇજ્જત ગઇ. પત્નિને વિફરેલી જોઇને સુંદર ફરીથી પોતાની ઓફિસ જતા રહ્યા અને તેમણે રાત ત્યાંજ વિતાવી.
તેઓ રસ્તો ભટકી ગયા હોવાને કારણે લેટ થઇ ગયા હતા અને આખી રાત ઓફિસમાં વિતાવતા તેમને વિચાર આવ્યો કે તેમનો ખિસ્સામાં કોઇ મેપ હોત જેને જોઇને તેઓ સમયસર ડિનર પ્લેસ પર પહોંચી જતા તો કેટલુ સારુ થાત. તેમને વિચાર આવ્યો કે તેમની જેમ કેટલા બધા લોકો રસ્તો ભટકી જતા હશે. બસ એજ સમયે તેમને ગુગલ મેપ્સ બનાવવાનો વિચાર આવ્યો.