Snapchat : લોન્ચ થયું નવું ડાયનેમિક સ્ટોરીઝ ફીચર, જાણો તમામ માહિતી 

|

Apr 14, 2022 | 12:12 AM

Tech News : સ્નેપચેટના (Snapchat) ડાયનેમિક સ્ટોરીઝ નામના નવા ફીચરમાં અંગ્રેજી, હિન્દી અને મરાઠીમાં ઉપલબ્ધ હશે. હાલમાં કથિત રીતે પ્લેટફોર્મ તેમાં વધુ સ્થાનિક ભાષાઓ ઉમેરવાનું કામ કરી રહ્યું છે.

Snapchat : લોન્ચ થયું નવું ડાયનેમિક સ્ટોરીઝ ફીચર, જાણો તમામ માહિતી 
Snapchat (File Photo)

Follow us on

સ્નેપચેટ (Snapchat) અત્યારે યંગ જનરેશનમાં (Young Generation) સૌથી વધુ લોકપ્રિય એપ્લીકેશન ગણાય છે. તાજેતરમાં સ્નેપચેટે તેના વપરાશકર્તાઓ માટે ડાયનેમિક સ્ટોરીઝ (Dynamic Stories) નામની નવી સુવિધાની જાહેરાત કરી છે. આ નવી સુવિધા એપના ડિસ્કવર ફીડમાં સમાચાર અને અન્ય માહિતી અપડેટ કરશે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરતી વખતે યુઝર્સ તેમની આસપાસની દુનિયામાં શું થઈ રહ્યું છે તે જાણવામાં મદદ કરશે. સ્નેપચેટ હાલમાં ફ્રાન્સ, યુએસ અને યુકે જેવા અન્ય દેશોની સાથે ભારતમાં આ સુવિધાનું પરીક્ષણ કરી રહ્યું છે. આ સાથે ડાયનેમિક સ્ટોરીઝ અન્ય દેશોમાં આવવાની અપેક્ષા છે.

સ્નેપચેટમાં ડાયનેમિક સ્ટોરીઝ પોતે ચકાસાયેલ મીડિયા પ્રકાશક દ્વારા બનાવવામાં આવેલ સામગ્રી હશે. Snapchat એક અનિયંત્રિત ઓપન ન્યૂઝફીડ ઓફર કરતું નથી જ્યાં દરેક ખોટા સમાચાર પ્રસારિત કરી શકે. ડિસ્કવર ફક્ત ચકાસાયેલ મીડિયા પ્રકાશકો અને કન્ટેન્ટ ક્રિયેટર્સ તરફથી સામગ્રી દર્શાવશે. આવું જાયન્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મે તેમની એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.

ભારત અને અન્ય દેશોમાં કન્ટેન્ટ પાર્ટનર બનશે 

ભારતમાં, ડાયનેમિક સ્ટોરીઝ બનાવવા માટે મીડિયા પાર્ટનરના RSS ફીડ્સમાંથી તેની સામગ્રીનો સ્ત્રોત મળશે. આ એવી સામગ્રી હશે જે વેબ પર પહેલેથી જ જનરેટ કરવામાં આવી છે, તેથી અહીં સૌથી ઝડપી અપડેટ્સની અપેક્ષા રાખશો નહીં. જેમાં, જાણીતા ઇન્ડિયન સોશિયલ મીડિયા મેગેઝિન્સ GQ India, Miss Malini, Pinkvilla, Sportskeeda, The Quint, Times Now અને Vogue India જેવા કન્ટેન્ટ પબ્લિશર્સના કન્ટેન્ટનો ઉપયોગ હાલ માટે ડાયનેમિક સ્ટોરીઝ માટે કરવામાં આવશે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

આ ન્યૂઝ પ્લેટફોર્મ સાથે અમેરિકામાં તેના કન્ટેન્ટ પાર્ટનર્સ હશે

અમે તમને જણાવી દઈએ કે, અમેરિકામાં, Axios, Bloomberg, CNN, Complex Networks, Condé Nast (Self, Vogue), ESPN, Insider, New York Post, Page Six, Self, The Wall Street Journal, The Washington Post, TMZ, વાઈસ અને Vogue સામગ્રીનો સ્ત્રોત હશે.

જ્યારે ફ્રાન્સમાં સ્નેપચેટ એપ્લીકેશન Femme Actuelle, Foot Mercato, Gala, GQ France, Le Figaro, Marie Claire FR, Paris Match અને Vogue France સાથે ભાગીદારી કરી રહી છે, જ્યારે UKમાં, Snapchat એ બ્રિટિશ વોગ, GQ UK, ધ ઇન્ડિપેન્ડન્ટ અને ધ મિરર સાથે ભાગીદારી કરી છે.

આ પણ વાંચો – Tech Tips: ઓનલાઈન છેતરપિંડી બાદના 2થી 3 કલાક હોય છે ગોલ્ડન અવર, તાત્કાલિક આ કામ કરવાથી બચી જશે તમારી મહેનતની કમાણી

Next Article