ગૂગલ સ્ટ્રીટ વ્યૂ ફીચર દ્વારા તમે તમારા ગામ, શાળા, શેરી-મહોલ્લા વગેરેનો નજારો ઘરે બેઠા જોઈ શકો છો. ગૂગલ મેપની સ્ટ્રીટ વ્યૂ સુવિધાએ લગભગ સમગ્ર ભારતને આવરી લીધું છે. આની મદદથી લોકો અલગ-અલગ જગ્યાઓનો 360 ડિગ્રી વ્યૂ જોઈ શકે છે. ગયા અઠવાડિયે જ ગૂગલ મેપની શાનદાર સુવિધાએ પુનરાગમન કર્યું છે. જો કે, તે સમયે બહુ ઓછા સ્થળોને આવરી લેવામાં આવ્યા હતા. પરંતુ હવે ગૂગલે દેશના મોટા ભાગને કવર કરી લીધું છે અને તમે સ્ટ્રીટ વ્યૂમાં લોકેશન જોઈ શકો છો. જો કે, સુરક્ષાના કારણોસર દરેક જગ્યાને આવરી લેવામાં આવતી નથી. તેથી જ શાળા વગેરે મકાનની અંદરનો નજારો દેખાતો નથી.
આ પણ વાંચો: WhatsApp સ્ટેટસ 24 કલાક પછી પણ જોઈ શકાશે, કંપનીએ આ યુઝર્સ માટે એક નવું ફીચર કર્યું રોલ આઉટ
એન્ડ્રોઇડ અને iOS યુઝર્સ ગૂગલ મેપના સ્ટ્રીટ વ્યૂ ફીચરનો સરળતાથી ઉપયોગ કરી શકે છે. ત્યારે આ સુવિધાનો લાભ વેબ વર્ઝન પર પણ લઈ શકાય છે. Google Maps પર, વપરાશકર્તાઓ એક સરળ ટૉગલને સક્ષમ કરીને સ્ટ્રીટ વ્યૂ સુવિધા શરૂ કરી શકે છે. ચાલો જોઈએ કે આ સુવિધાનો ઉપયોગ કેવી રીતે થાય છે.
સ્ટ્રીટ વ્યૂ: એન્ડ્રોઇડ અને iOS યુઝર્સે ઉપયોગ કેવી રીતે કરવો
ગૂગલ મેપ એપનો ઉપયોગ કર્યા વિના પણ તમે સ્ટ્રીટ વ્યૂ ફીચરનો નજારો જોઈ શકો છો.
સુરક્ષા કારણોસર 2016માં ગૂગલ સ્ટ્રીટ વ્યૂ ફીચર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, હવે સેફ્ટી અને પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને લોકોના ચહેરા બ્લર કરવામાં આવ્યા છે.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો