પેટીએમ કે પછી ફોન પે બધી એપ્લિકેશન તમારા ખિસ્સા કાપવામાં લાગી છે? આ એપ્લિકેશનના માધ્યમથી કરો ફ્રી રિચાર્જ

અગાઉ ફોન પે દ્વારા પણ મોબાઈલ રિચાર્જ પર પૈસા વસુલવાની શરૂઆત કરવામાં આવી રહી છે. હવે આની અસર એ રહેશે કે યુઝર્સને બે બાજુથી ખિસ્સા પર ભાર પડશે, જો કે અમે તમને આપીશું એ ટિપ્સ કે જેના માધ્યમથી તમે ફ્રી માં રિચાર્જ કરાવી શકશો. આ એપ્લિકેશન કોઈ પણ રીતે ચાર્જ વસુલતી નથી. ચાલો જોઈએ કે કઈ એપ્સ ફ્રી મોબાઈલ રિચાર્જની સુવિધા આપે છે.

પેટીએમ કે પછી ફોન પે બધી એપ્લિકેશન તમારા ખિસ્સા કાપવામાં લાગી છે? આ એપ્લિકેશનના માધ્યમથી કરો ફ્રી રિચાર્જ
Paytm or Phone Pay all apps are cutting into your pocket?
| Updated on: Nov 27, 2023 | 5:57 PM

ડિજીટલ ઈન્ડિયા વચ્ચે આજકાલ નાના મોટા પેમેન્ટ ઓનલાઈન થવા લાગ્યા છે. મોબાઈલ રિચાર્જ એક એનો એ ભાગ છે કે જે મોટાભાગના લોકો તેને યુઝ કરી રહ્યા છે. આજ કાલ પેટીએમ દ્વારા ફોન રિચાર્જ પર સુવિધા આપવા સામે ચાર્જ વસુલવાનું શરૂ કરી દીધુ છે. ગુગલ પે અને પેટીએમ ભારતમાં યુપીઆઈથી ચુકવણી કરવાનું લોકપ્રિય માધ્યમ છે અને તેનો ઉપયોગ ખુબ મોટી સંખ્યામાં યુઝર્સ કરી રહ્યા છે તેમના ખિસ્સાનો ભાર હળવો કરવા જેવું રહેશે.

અગાઉ ફોન પે દ્વારા પણ મોબાઈલ રિચાર્જ પર પૈસા વસુલવાની શરૂઆત કરવામાં આવી રહી છે. હવે આની અસર એ રહેશે કે યુઝર્સને બે બાજુથી ખિસ્સા પર ભાર પડશે, જો કે અમે તમને આપીશું એ ટિપ્સ કે જેના માધ્યમથી તમે ફ્રી માં રિચાર્જ કરાવી શકશો. આ એપ્લિકેશન કોઈ પણ રીતે ચાર્જ વસુલતી નથી. ચાલો જોઈએ કે કઈ એપ્સ ફ્રી મોબાઈલ રિચાર્જની સુવિધા આપે છે.

Mobikwik: કોઈ ચાર્જ ચુકવવાનો થતો નથી

મોબીક્વિક એ પ્રખ્યાત વોલેટ એપ્લિકેશન છે કે જે તમામ પ્રકારની સુવિધા પુરી પાડે છે. આ એપની મદદથી તમે મોબાઈલ રિચાર્જ તો કરીજ શકો છો સાથે કોઈ અલગથી ચાર્જ ચુકવવાનો નથી રહેતો. મોબીક્વિક એપ પર મોબાઈલ નંબર નાખો, કંપની પસંદ કરો રિચાર્જ પુરૂ. આ એપ તમારૂ કામ ફ્રી માં કરી નાખશે.

ફ્રીચાર્જઃ ફ્રીમાં રિચાર્જ કરો

ફ્રીચાર્જ ભારતમાં લોકપ્રિય વોલેટ એપ પણ છે. લોકો તેનો ફોન રિચાર્જ કરવા માટે મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે. જો તમે પણ ઈચ્છો છો કે તમારે તમારો મોબાઈલ રિચાર્જ કરવા માટે કોઈ ફી ચૂકવવી ન પડે તો તમે આ એપનો ઉપયોગ કરી શકો છો. આ એપ દ્વારા ભારતના તમામ મોટા મોબાઈલ ઓપરેટર્સના ફોન નંબર રિચાર્જ કરવામાં આવશે.

BHIP UPI: સરળતાથી રિચાર્જ કરો

BHIM UPI તમને કોઈપણ ફી લીધા વગર તમારા મોબાઈલને રિચાર્જ કરવાની પણ મંજૂરી આપે છે. અહીંથી તમે તમારા પ્રીપેડ મોબાઈલ નંબરને સરળતાથી રિચાર્જ કરી શકો છો. જો કે, એક વાતનું ધ્યાન રાખવું પડશે કે અત્યારે તેની સેવા મર્યાદિત છે. હાલમાં, આ એપ દ્વારા માત્ર MTNL અને BSNLના પ્રીપેડ નંબરો જ રિચાર્જ કરી શકાય છે.