હવે વિદેશમાં પણ PhonePe દ્વારા કરી શકાશે ઓનલાઈન પેમેન્ટ, કંપનીએ શરૂ કરી UPI ઈન્ટરનેશનલ સર્વિસ

|

Feb 08, 2023 | 2:42 PM

કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, PhonePe યુઝર્સ તેમની ભારતીય બેંકમાંથી સીધા જ વિદેશી ચલણમાં પેમેન્ટ કરી શકશે. આ ચુકવણી એ જ રીતે કરવામાં આવશે જે રીતે તે આંતરરાષ્ટ્રીય ડેબિટ કાર્ડથી કરવામાં આવે છે.

હવે વિદેશમાં પણ PhonePe દ્વારા કરી શકાશે ઓનલાઈન પેમેન્ટ, કંપનીએ શરૂ કરી UPI ઈન્ટરનેશનલ સર્વિસ
UPI International Service

Follow us on

ઓનલાઈન પેમેન્ટ્સ એપ PhonePe વિદેશમાં UPI પેમેન્ટ ઓફર કરનારી પ્રથમ ભારતીય ફિનટેક બની છે. કંપનીએ UPI દ્વારા આંતરરાષ્ટ્રીય ચુકવણી સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ દ્વારા વિદેશમાં પ્રવાસ કરતા ભારતીયો UPIનો ઉપયોગ કરીને વિદેશમાં પેમેન્ટ કરી શકે છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે PhonePe યુઝર્સ તેમની ભારતીય બેંકમાંથી સીધા જ વિદેશી ચલણમાં પેમેન્ટ કરી શકશે. આ ચુકવણી એ જ રીતે કરવામાં આવશે જે રીતે તે આંતરરાષ્ટ્રીય ડેબિટ કાર્ડથી કરવામાં આવે છે. ડિજિટલ પેમેન્ટની સુવિધા પૂરી પાડતી કંપનીએ હાલમાં પાંચ નવા દેશો માટે આ સેવા રજૂ કરી છે.

Phonepe  શરુ કરી UPI ઈન્ટરનેશનલ સર્વિસ

PhonePe દેશનું પહેલું ફિનટેક પ્લેટફોર્મ છે જે આ પ્રકારની સુવિધા આપી રહ્યું છે. આ સુવિધા હેઠળના વ્યવહારો આંતરરાષ્ટ્રીય ડેબિટ કાર્ડની જેમ જ કામ કરશે. ચુકવણી પર, વિદેશી ચલણ વપરાશકર્તાના બેંક ખાતામાંથી કાપવામાં આવશે. મંગળવારે, પેમેન્ટ એપ્લિકેશને જણાવ્યું હતું કે ફોનના વપરાશકર્તાઓ સંયુક્ત આરબ અમીરાત, નેપાળ અને સિંગાપોર સહિત પાંચ દેશોમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ સિસ્ટમનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય આઉટલેટ્સ પર ચુકવણી કરી શકશેની જાહેરાત કરી છે તે સાથે ટૂંક જ સમયમાં અન્ય દેશોમાં પણ આ સેવા શરુ કરવામાં આવશેનું જણાવ્યું છે.

કયા દેશોમાં શરુ કરાય સેવા ?

PhonePe એ UAE, સિંગાપોર, મોરેશિયસ, નેપાળ અને ભૂટાનમાં આંતરરાષ્ટ્રીય ચુકવણી સેવા લાગુ કરી છે. આ સેવા તમામ આંતરરાષ્ટ્રીય વેપારી આઉટલેટનો QR કોડ છે. PhonePe ભારતમાં આ ફીચર લોન્ચ કરનારી પ્રથમ ફિનટેક એપ બની છે. તમને જણાવી દઈએ તો કંપનીના 435 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

આ પણ વાંચો: શું તમને નોકરી માંથી બરતરફ કરવામાં આવ્યા છે અને મળ્યો છે આ મેસેજ? તો થઈ જાવ સાવધાન હવે આ રીતે પણ થાય છે Online scam

વિદેશી ચલણની જરૂર નહીં પડે

જો કોઈ વ્યક્તિ ભારતમાંથી વિદેશ જાય છે, તો તેણે પેમેન્ટ કરવા માટે તે દેશના ચલણનો ઉપયોગ કરવો પડે છે, પરંતુ હવે PhonePeની ‘UPI ઇન્ટરનેશનલ’ સેવાનો ઉપયોગ કરીને, તે પાંચ દેશોમાં ચૂકવણી કરી શકે છે. આ માટે તમારે ભારતીય ચલણ કન્વર્ટ કરવાની જરૂર નહીં પડે.

વિદેશી પ્રવાસીઓને મદદ મળશે

જો તમે UAE, સિંગાપોર, મોરેશિયસ, નેપાળ અને ભૂટાનમાં ટૂર પર ગયા છો, તો તમે PhonePeની UPI આંતરરાષ્ટ્રીય સેવાથી સરળતાથી વસ્તુઓ ખરીદી શકો છો. જો તમારી પાસે વિદેશી ચલણ ન હોય તો પણ તમે તમારી અનુકૂળતા મુજબ વસ્તુઓ ખરીદી શકો છો.

Next Article