Nasaના વૈજ્ઞાનિકો કરે છે વર્ક ફ્રોમ હોમ, મંગળ પર મોકલેલા રોવરને 1BHKમાથી કરાય છે ઓપરેટ

|

Mar 01, 2021 | 11:37 AM

કોરોના મહામારીને કારણે હવે અમેરીકાની અંતરિક્ષ એજન્સી નાસા (Nasa) ના કર્મચારીઓ પણ વર્ક ફ્રોમ હોમ (Work from Home) કરી રહ્યા છે.

Nasaના વૈજ્ઞાનિકો કરે છે વર્ક ફ્રોમ હોમ, મંગળ પર મોકલેલા રોવરને 1BHKમાથી કરાય છે ઓપરેટ

Follow us on

કોરોના (Corona) મહામારીના કારણે વિશ્વભરના લોકો ઘરેથી કામ કરી રહ્યા છે ત્યારે હવે અમેરીકાની અંતરિક્ષ એજન્સી નાસા (Nasa) ના કર્મચારીઓ પણ વર્ક ફ્રોમ હોમ (Work from Home) કરી રહ્યા છે. હાલમાં જ નાસા તરફથી મંગળ (Mars) ગ્રહ પર મોકલવામાં આવેલા રોવરને તેના કર્મચારીઓ પોતાના ફ્લેટમાંથી ઓપરેટ કરતા હોવાની વાતે બધાને ચોંકાવી દીધા છે.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે કોરોના મહામારીના કારણે નાસાના વૈજ્ઞાનિકો ઘરે બેઠા કામ કરી રહ્યા છે, તેવામાં મંગળ પર મોકલેલા રોવરને ભારતીય મૂળના એક બ્રિટીશ વૈજ્ઞાનિક સંજીવ ગુપ્તા પોતાના એક બેડ રૂમ વાળા ફ્લેટમાંથી ઓપરેટ કરે છે, ગુપ્તા સાઉથ લંડનના એક સલૂનની ઉપર આવેલા એક બેડરૂમ વાળા ફલેટમાં રહે છે અને ત્યાંથી જ રોવરને ઓપરેટ કરે છે. લંડનના ઇંપીરિયલ કોલેજના ભૂવિજ્ઞાન વિશેષજ્ઞ સંજીવ ગુપ્તા લાંબા સમયથી નાસાના મંગળ મિશનમાં જોડાયેલા છે. રિપોર્ટ પ્રમાણે નાસાની ટીમ હાલમાં 24 કલાક કામ કરી રહી છે, ગુપ્તાના ફ્લેટમાં 5 કોમ્પ્યુટર અને બે મોટી સ્ક્રીન લગાવવામાં આવી છે, જેના પર તેઓ રોવરને મોનીટર કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે રોવરે મંગળ પર ઉતર્યા બાદ મંગળ ગ્રહની કેટલીક તસવીરો પણ મોકલી છે.

Next Article