MP સરકારનો દાવો : ભોપાલ 5G સેવા શરૂ કરનાર ભારતનું પ્રથમ શહેર હશે

|

Mar 31, 2022 | 8:49 PM

ભારત સરકાર દ્વારા દેશને વિકાસના પંથે સતત આગળ ધપાવવા માટે અનેક વિકાસના કર્યો ચાલુ છે. માધ્ય પ્રદેશ સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ, ભોપાલ એ દેશનું સૌપ્રથમ 5G નેટવર્ક ટેક્નોલોજીથી સજ્જ શહેર બનશે.

MP સરકારનો દાવો : ભોપાલ 5G સેવા શરૂ કરનાર ભારતનું પ્રથમ શહેર હશે
Bhopal City File Image

Follow us on

મધ્યપ્રદેશનું (Madhya Pradesh) પાટનગર ભોપાલ (Bhopal) એ ભારતનું પ્રથમ 5G સક્ષમ સ્માર્ટ (5G Smart City) સિટી હશે. મધ્યપ્રદેશ સરકારે હાલમાં જ ટ્વિટર પર એક પોસ્ટ શેયર કરીને આ જાહેરાત કરી છે. ભોપાલના રહેવાસીઓ માટે સારા સમાચાર છે. વાસ્તવમાં ભારતમાં 5G (5G ઈન્ડિયા) લાવવાની તૈયારીઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. જેના માટે દેશમાં અલગ-અલગ જગ્યાએ તેનું ટ્રાયલ પણ ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકાર 5Gને વહેલી તકે લાગુ કરવા માટે નવી યોજનાઓ પર કામ કરી રહી છે.

તાજેતરમાં MP MyGov ટ્વિટર એકાઉન્ટે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે ભોપાલ નાગરિકો માટે 5G સેવાઓ શરૂ કરનાર ભારતમાં પ્રથમ શહેર તરીકે ઉભરી આવશે. એટલે કે, ભોપાલ ભારતનું પ્રથમ 5G સક્ષમ સ્માર્ટ સિટી હશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ સરકારે હાલમાં જ આ જાહેરાત કરી છે. ભારતના સૌથી મોટા રાજ્યોમાંના એકનું પાટનગર ભોપાલ આગામી ચાર મહિનામાં પસંદગીના વિસ્તારોમાં 5G ઇન્ટરનેટ સેવાઓનું સંચાલન કરશે, જે નાગરિકોને હાઇ-સ્પીડ ઇન્ટરનેટ ઍક્સેસ પ્રદાન કરશે.

શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!

આ જાહેરાત સાથે, ભોપાલ મુંબઈ, નવી દિલ્હી, લખનૌ અને બેંગલુરુ જેવા ભારતીય શહેરોની યાદીમાં જોડાય છે, કે જ્યાં દૂરસંચાર વિભાગ હેઠળ 5G સેવાઓ ઉપલબ્ધ બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાયલોટ પ્રોજેક્ટ, જે આગામી ચાર મહિનામાં શરૂ થશે. તેમાં કેન્દ્ર સરકાર અને ભારતીય ટેલિકોમ કંપની વચ્ચે 5G ટ્રાયલ હાથ ધરવા માટે ભાગીદારી સામેલ હશે. જો કે, આ પ્રોજેક્ટ માટે કઈ કંપની પસંદ કરવામાં આવશે તે અંગેની માહિતી હાલ જાહેર કરવામાં આવી નથી.

ભારતના આ શહેરોમાં 5જી સેવા શરૂ થશે

ગત મહિને ફેબ્રુઆરીમાં ‘બજેટ 2022’ સત્ર દરમિયાન, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, ભારતમાં 5G સેવાઓની વ્યાવસાયિક ગતિવિધિઓ  2022ના અંત સુધીમાં શરૂ થઈ શકે છે. સ્પેક્ટ્રમની હરાજી વર્ષના મધ્યમાં થાય તેવી શક્યતા છે. અમે તમને જણાવી દઈએ કે, ટેલિકોમ્યુનિકેશન વિભાગે પુષ્ટિ કરી છે કે પસંદગીના શહેરોમાં 5G ટ્રાયલ સાઇટ્સ પહેલેથી જ ઇન્સ્ટોલ થઈ ગઈ છે. જેમાં ગુરુગ્રામ, બેંગ્લોર, કોલકાતા, મુંબઈ, ચંદીગઢ, દિલ્હી, જામનગર, અમદાવાદ, ચેન્નાઈ, હૈદરાબાદ, લખનૌ, પુણે અને ગાંધીનગર જેવા ભારતના મુખ્ય શહેરોનો સમાવેશ થાય છે.

 

 

અત્રે ઉલ્લેખનીય છે કે, ભોપાલ આ સૂચિનો ભાગ ન હતું, પરંતુ મધ્યપ્રદેશ સરકારે તાજેતરમાં જાહેરાત કરી છે કે, તે 5G સેવાઓ ધરાવતું ભારતનું પ્રથમ શહેર હશે. ભારતની મુખ્ય ટેલિકોમ કંપનીઓ, જેમાં એરટેલ, જિયો અને Vi ઈન્ડિયાએ હજુ સુધી ભોપાલમાં 5G ટ્રાયલ સાઇટ્સ વિશે કોઈ વિગતોની પુષ્ટિ કરી નથી.

આ દરમિયાન, આ ત્રણેય મુખ્ય ટેલિકોમ કંપનીઓ અન્ય મોટા શહેરોમાં ટ્રાયલ ચલાવી રહી છે. એરટેલે ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે, સ્પેક્ટ્રમની હરાજી થતાંની સાથે જ ભારતમાં એરટેલ 5G નેટવર્ક લોન્ચ કરવા માટે તૈયાર છે. તેવી જ રીતે Jio અને Vi પણ 5જી નેટવર્ક ઇન્સ્ટોલ તૈયારી કરી રહ્યા છે.

આ પણ વાંચો – World Backup Day 2022: તમે આ 4 પ્લેટફોર્મ પર તમારા કન્ટેન્ટને મફતમાં સાચવી શકો છો

Next Article