Mobile Internet Speed Test: ઇન્ટરનેટ સ્પીડ મામલે ભારતનું રેન્કિંગ સુધર્યું, છતા પાકિસ્તાન-નેપાળથી પાછળ, જાણો 141 દેશમાં ભારતનો કયો છે નંબર

|

Nov 22, 2021 | 8:31 AM

Mobile Internet Speed Test આ વર્ષે ઓક્ટોબરમાં મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડના મામલે નેપાળને 3 સ્થાનનું નુકસાન થયું છે. આમ છતાં નેપાળ 107મો રેન્ક મેળવવામાં સફળ રહ્યું છે. જ્યારે પાકિસ્તાન 7 સ્થાન આગળ વધીને 110માં સ્થાને પહોંચી ગયું છે.

Mobile Internet Speed Test: ઇન્ટરનેટ સ્પીડ મામલે ભારતનું રેન્કિંગ સુધર્યું, છતા પાકિસ્તાન-નેપાળથી પાછળ, જાણો 141 દેશમાં ભારતનો કયો છે નંબર
File Photo

Follow us on

Mobile Internet Speed Test Index: જો કે સોશિયલ મીડિયા પર દરરોજ હજારો યુઝર્સ ઈન્ટરનેટની સ્પીડ અંગે ફરિયાદ કરે છે, પરંતુ વાસ્તવમાં એવું નથી. Ooklaના સ્પીડટેસ્ટ ગ્લોબલ ઈન્ડેક્સના ઓક્ટોબર 2021ના રિપોર્ટ અનુસાર ભારતમાં મોબાઈલ ઈન્ટરનેટ અને બ્રોડબેન્ડ ઈન્ટરનેટની સ્પીડમાં નોંધપાત્ર વધારો થયો છે. નોંધનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ભારતની ઇન્ટરનેટ સ્પીડમાં વધારો થયો છે. 

મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડ (Mobile Internet Speed) ટેસ્ટમાં ભારતનું (india) રેન્કિંગ સુધર્યું છે. ગયા મહિને સપ્ટેમ્બર 2021ની સરખામણીએ ઓક્ટોબર 2021માં ભારતના રેન્કિંગમાં 5 સ્થાનનો સુધારો જોવા મળ્યો છે. આ રીતે ભારત 141 દેશોમાં 117માં સ્થાને છે. ઓક્ટોબર મહિનામાં ભારતની સરેરાશ ડાઉનલોડિંગ ઈન્ટરનેટ સ્પીડ 13.45 mbps રહી છે. આ સમયગાળા દરમિયાન સરેરાશ અપલોડિંગ સ્પીડ 3.36 Mbps રહી છે.

જોકે પાડોશી દેશો નેપાળ અને પાકિસ્તાન મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડના મામલે ભારત કરતા ઘણા આગળ છે. આ વર્ષે ઓક્ટોબરમાં નેપાળે મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડના મામલે 3 સ્થાન ગુમાવ્યું છે. આમ છતાં નેપાળ 107મો રેન્ક મેળવવામાં સફળ રહ્યું છે. જ્યારે પાકિસ્તાન 7 સ્થાન આગળ વધીને 110માં સ્થાને પહોંચી ગયું છે. જ્યારે શ્રીલંકા 120મા ક્રમે છે. અફઘાનિસ્તાન 139મા ક્રમે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

બ્રોડબેન્ડ સ્પીડ ટેસ્ટ (broadband speed)

વૈશ્વિક સ્તરે ભારત બ્રોડબેન્ડ સ્પીડ ટેસ્ટમાં ઓક્ટોબર મહિનામાં 2 સ્થાનના નુકસાન સાથે 70મા ક્રમે છે. આ સમયગાળા દરમિયાન સરેરાશ ડાઉનલોડિંગ સ્પીડ 46.18 mbps રહી છે. જ્યારે આ સમયગાળા દરમિયાન ભારતની સરેરાશ અપલોડિંગ સ્પીડ 44.11 mbps રહી છે.

ગ્લોબલ સ્પીડ ( Global Speed)
ગ્લોબલ ઈન્ટરનેટ સ્પીડની વાત કરીએ તો ઓક્ટોબર મહિનામાં સરેરાશ મોબાઈલ ડાઉનલોડિંગ સ્પીડ 28.61 mbps અને અપલોડિંગ સ્પીડ 8.38 mbps છે. જ્યારે બ્રોડબેન્ડ સ્પીડની વાત કરીએ તો ઓક્ટોબર મહિનામાં સરેરાશ બ્રોડબેન્ડ સ્પીડ 56.09 mbps હતી. જ્યારે અપલોડિંગ સ્પીડ 23.56 mbps રહી છે.

દુનિયાના સૌથી ઝડપી મોબાઈલ ઇન્ટરનેટ સ્પીડવાળા 5 દેશ

UAE : 130.19 mbps
નોર્વે : 107.50 mbps
સાઉથ કોરિયા : 98.93 mbps
કતર : 92. 83 mbps
નેધરલેન્ડ : 91.55 mbps

વિશ્વમાં સૌથી ઝડપી બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સ્પીડ ધરાવતા આ છે દેશ

સિંગાપોર – 188.11 mbps
થાઈલેન્ડ – 173.44 mbps
હોંગ કોંગ – 170.48 mbps
ચિલી – 163.49 mbps
ડેનમાર્ક – 146.64 mbps

આ પણ વાંચો : Delhi Air Pollution: વધતા પ્રદૂષણ વચ્ચે દિલ્હીમાં આ તારીખ સુધી ટ્રક માટે રહેશે પ્રવેશબંધી, ફક્ત આ વાહનને જ મળશે એન્ટ્રી

આ પણ વાંચો : Tarsons IPO Allotment Status: આ રીતે જાણો તમારા ખાતામાં શેર જમા થશે કે પૈસા? કેવું છે કંપનીનું GMP?

Next Article