
ભારત આ પરાક્રમ કરવાવાળો દુનિયાનો ચોથા નંબરનો દેશ બની ગયો છે. અંતરિક્ષમાં થયેલું આ મિશન પોખરણમાં કરેલા પરમાણુ પરીક્ષણ જેવુ જ હતુ. આ પરીક્ષણ પછી ભારતે ફરી એક વાર દુનિયામાં પોતાનુ નામ રોશન કર્યુ છે.
વૈજ્ઞાનિકોના મતે ભારત માટે આ એક સફળ ઓપરેશન ખુબ મહત્ત્વપૂર્ણ છે. વૈજ્ઞાનિક આર.પી.ટંડને જણાવ્યું કે હવે ભારત હવે અંતરિક્ષમાં પણ દુશ્મનોની પ્રવૃતિઓ પર નજર રાખી શકે છે. કોઈ પણ દુશ્મન દેશ અંતરિક્ષમાં સેટેલાઈટ દ્વારા ભારત પર નજર રાખી રહ્યું હોય કે જાસુસી કરી રહ્યું હોય તો ભારત તેમની મિસાઈલને નષ્ટ કરી શકે છે. આ મિશન ISRO અને DRDOની મદદથી પૂર્ણ કરવામાં આવ્યુ છે.
ભારતની આ સિધ્ધી તેટલી મોટી છે જેટલી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં પરમાણુ પરીક્ષણની સિધ્ધી હાંસલ કરવામાં આવી હતી. ત્યારે પણ દુનિયાના કોઈ દેશને ખબર નહોતી કે ભારત આટલી મોટી તૈયારી કરી રહ્યું છે અને આજે પણ તેવુ જ કરવામાં આવ્યું છે.
11 મે 1998માં રાજસ્થાનના પોખરણમાં 3 પરમાણુ બોમ્બનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યુ હતું. તેની સાથે જ ભારત ન્યૂક્લિયર નેશન બની ગયુ હતું. ન્યૂક્લિયર ટેસ્ટનું કામ ગુપ્ત રીતે કરવામાં આવ્યું હતુ, જેથી કોઈને માહિતી ના મળે. ત્યાં સુધી કે અમેરિકાની ગુપ્ત સેટેલાઈટસને પણ તેની જાણકારી નહોતી મળી.
1.આ ઓપરેશનનું નામ ‘મિશન શક્તિ’ છે, જ્યારે પોખરણમાં થયેલા પરમાણુ પરીક્ષણના મિશનનું નામ ‘ઓપરેશન શક્તિ’ હતું.
2.ત્યારે પણ મિશનને પુરી રીતે ગુપ્ત રાખવામાં આવ્યું હતુ અને વડપ્રધાન અટલ બિહારી વાજપેયીએ તેની જાહેરાત કરી હતી. આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે જ દેશને સંબોધીત કરતા તેની જાહેરાત કરી હતી.
3.અંતરિક્ષમાં થયેલા ‘મિશન શક્તિ’માં પણ તેને પૂર્ણ કરવામાં ભારત વર્ષ 2012માં જ સક્ષમ હતુ, પણ ત્યારથી અત્યાર સુધી કોઈ નિર્ણય કરવામાં આવ્યો નહી, પણ હવે આ મિશન પૂર્ણ થયું.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]