Made in india : અદાણી ગ્રુપનું મોટું આયોજન, વિશ્વની સૌથી શક્તિશાળી સુપર એપ બનશે ભારતમાં

|

Aug 17, 2021 | 7:34 PM

બેઠકમાં ટીમને સંબોધતા અદાણીએ કહ્યું કે, “આપણે ડિજિટલ વિશ્વની Ferrari હાવુ જોઈએ. આપણે ભારતમાં દરેક વ્યક્તિની સુવિધા અનુસાર સુપર એપ ડિઝાઇન કરવી પડશે.

Made in india : અદાણી ગ્રુપનું મોટું આયોજન, વિશ્વની સૌથી શક્તિશાળી સુપર એપ બનશે ભારતમાં
Gautam Adani (chairman and founder of the Adani Group)

Follow us on

Made in india :  ભારતમાં છેલ્લા 2 વર્ષમાં ડિજીટલ માર્કેટ(digital market)ના ગ્રોથ રેટમાં ખુબ જ વઘારો થયો છે. અને લોકોએ પણ ઓનલાઈન એપ્લીકેશનોના ઉપયોગમાં ખાસો એવો વધારો કર્યો છે. લોકો રોજીંદા જીવનના કામોને વધુ સરળતાથી કરવા પણ  ઓનલાઈન એપ્લીકેશનોનો ઉપયોગ કરતા હોય છે. લોકો મોબાઈલ રિચાર્જ,બીલ પેમેન્ટ, ટીકીટ બુકીંગ જેવા વિવિધ કામો સરળતાથી કરવા માટે ઓનલાઈન એપ્લીકેશન(online application) દ્વારા અપાતી સુવિધોઓનો ઉપયોગ કરતા થયા છે.

જેથી મોટી-મોટી કંપનીઓ ભારતમાં વધતા ડિજીટલ માર્કેટના વ્યાપનો ભરપુર ફાયદો ઉઠાવવા નવા ફીચર્સ સાથેના એપ્લીકેશન માર્કેટ(digital market)માં રજુ કરતી હોય છે અને લોકોને અવનવી રીતે આકર્ષવા માટેના પ્રયત્નો કરતી હોય છે.ત્યારે ભારતની એક મોટી કંપની દ્વારા પણ આ બાબતે જાહેરાત કરી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ટાટા ગ્રુપ બાદ અદાણી ગ્રુપ હવે ભારતમાં કોમ્યુનિકેશન માર્કેટમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે.રિપોર્ટ અનુસાર, અદાણી ગ્રુપ ભારતીય બજારમાં વિશ્વની સૌથી મોટી એપ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે, જેને સુપર એપ કહેવામાં આવશે. અદાણી ગ્રુપની ડિજિટલ લેબ દ્વારા સુપર એપ લોન્ચ કરવામાં આવશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

અદાણી ગ્રુપની સુપર એપ Jio, Tata, Paytm અને ITC જેવી કંપનીઓ સાથે સ્પર્ધા કરશે. તમને જણાવી દઈએ કે એક રિપોર્ટ અનુસાર, અદાણી ગ્રુપની તમામ કંપનીઓ 15 ટકા સુધીની સતત વૃદ્ધિ કરી રહી છે.

હકીકતમાં, તાજેતરમાં, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ડિજિટલ લેબ્સની ટીમ સાથે બેઠક કરી હતી.આ બેઠકમાં 80 જેટલા યુવાન કર્મચારીઓ સામેલ થયા હતા. બેઠકમાં ટીમને સંબોધતા અદાણીએ કહ્યું, કે “આપણે ડિજિટલ વિશ્વની ફેરારી(Ferrari) બનવુ જોઈએ. આપણે ભારતમાં દરેક વ્યક્તિની સુવિધા અનુસાર સુપર એપ ડિઝાઇન કરવી પડશે.

સુપર એપમાં શું-શું કરી શકાશે?

અદાણીની સુપર એપનો હેતુ તમામ પ્રકારની સેવાઓને એક જ એપમાં જોડવાનો છે.ઉદાહરણ તરીકે, રેલવે ટિકિટ બુકિંગથી લઈને કેબ બુકિંગ અને પેમેન્ટથી ઓનલાઈન શોપિંગ સુધીની સેવાઓ એક જ એપમાં ઉપલબ્ધ થશે.સરળ શબ્દોમાં કહીએ તો, તમારી બધી આવશ્યક જરૂરિયાતો એક જ એપ્લિકેશનથી પૂરી થશે.

ITCની સુપર એપ પણ લોન્ચ કરવામાં આવશે

FMCG ની સૌથી મોટી કંપનીઓમાંની એક ITC એટલે કે દેશની ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ પણ તેની સુપર એપ રજૂ કરવા જઈ રહી છે, જેને ITC MAARS નામ આપવામાં આવશે. આ એપનો હેતુ ખેડૂતોની આવક વધારવાનો રહેશે. વૈશ્વિક સ્તરે પણ ITC ની એપ લોન્ચ કરવાની યોજના છે.

Next Article