દેશી ટ્વિટર એપ Koo થશે બંધ, કંપનીના ફાઉન્ડરે LinkedIn પર કરી જાહેરાત

|

Jul 03, 2024 | 8:22 PM

ઘણા સમયથી Koo એપના હસ્તાંતરણની ચર્ચા ચાલી રહી હતી. ત્યારે હવે કૂ કંપનીના સહ-સ્થાપક મયંક બિદાવતકાએ તાજેતરમાં LinkedIn પર એક પોસ્ટ કરીને Koo એપ બંધ કરવા અંગેની જાહેરાત કરી છે. Koo એપ 2020માં લોન્ચ કરવામાં આવી હતી.

દેશી ટ્વિટર એપ Koo થશે બંધ, કંપનીના ફાઉન્ડરે LinkedIn પર કરી જાહેરાત
Koo app

Follow us on

માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Twitter જે હવે X તરીકે ઓળખાય છે, તેને ટક્કર આપવા દેશી એપ્લિકેશન Koo યુઝર્સ માટે લાવવામાં આવી હતી. ચાર વર્ષ પહેલા આવેલી Koo એપ લોકોને વધારે પસંદ આવી ન હતી, એટલે જ કંપની છેલ્લા ચાર વર્ષથી માર્કેટમાં ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહી હતી, પરંતુ હવે આખરે કંપનીએ Koo એપને બંધ કરવાનો નિર્ણય લીધો છે.

ઘણા સમયથી Koo એપના હસ્તાંતરણની ચર્ચા ચાલી રહી હતી. ત્યારે હવે કૂ કંપનીના સહ-સ્થાપક મયંક બિદાવતકાએ તાજેતરમાં LinkedIn પર એક પોસ્ટમાં માહિતી આપી હતી કે અમે ઘણી ઈન્ટરનેટ કંપનીઓ, ગ્રુપ અને મીડિયા હાઉસ સાથે વાતચીત કરી હતી પરંતુ અમને જોઈતા પરિણામો મળ્યા નથી.

Koo એપ 2020માં લોન્ચ કરવામાં આવી હતી, તે પ્રથમ ભારતીય માઇક્રોબ્લોગિંગ સાઇટ હતી જે 10 વિવિધ ભાષાઓમાં યુઝર્સ માટે ઉપલબ્ધ હતી. અત્યાર સુધીમાં આ એપને 60 મિલિયન એટલે કે 6 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે.

પત્નીએ કરી હતી આત્મહત્યા, હવે માતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત
પ્રેમાનંદ મહારાજે જણાવ્યા ઘરના કલેશથી મુક્તિ મેળવવાના ઉપાયો
દારૂ પીવા કરતાં પણ વધુ ખતરનાક છે બદામ ખાવાની ખોટી રીત, સદગુરુએ જણાવી સાચી રીત
જો આ 3 જગ્યાએ ઘર બનાવશો તો મુશ્કેલી ક્યારેય નહીં છોડે તમારો સાથ
સવારે ખાલી પેટ તજનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દિવાળી પર કઇ કઇ જગ્યાએ દીવા પ્રગટાવવા જોઇએ ?

Koo એપની વાત કરીએ તો તેના બંધ થતા પહેલા કંપનીના કો-ફાઉન્ડરે પણ એપ વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. ઉદાહરણ તરીકે, Koo એપ્લિકેશન પર દર મહિને 10 મિલિયન સક્રિય યુઝર્સ, 2.1 મિલિયન દૈનિક સક્રિય યુઝર્સ, દર મહિને 10 મિલિયન પોસ્ટ્સ અને 9 હજારથી વધુ VIP એકાઉન્ટ્સ હતા.

અહેવાલો અનુસાર, Koo એપમાં છેલ્લા કેટલાક મહિનાઓથી છટણીની પ્રક્રિયા ચાલી રહી હતી. એપ્રિલ 2023માં કંપનીએ તેના લગભગ એક તૃતીયાંશ કર્મચારીઓને કંપનીમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો.

Kooએ એક્સેલ અને ટાઈગર ગ્લોબલ જેવા રોકાણકારો પાસેથી 60 મિલિયન ડોલરથી વધુનું ભંડોળ એકત્ર કર્યું હતું, પરંતુ તેમ છતાં કંપની લોકોના દિલમાં તે સ્થાન બનાવી શકી ન હતી. જે ટ્વિટર વર્ષોથી બનાવી રહી હતી. કદાચ આ જ કારણ છે કે ટ્વીટર સાથે સ્પર્ધા કરવા આવેલી કંપની Koo માટે પેકઅપ કરવાનો સમય આવી ગયો છે.

Next Article