જાણો શું છે Whatsapp નું એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન ફીચર, કેવી રીતે કરે છે કાર્ય

|

Jun 02, 2021 | 4:33 PM

દેશમાં નવા આઇટી કાયદાઓના અમલમાં પગલે વોટસએપ અને કેન્દ્ર સરકાર આમને સામને છે. જેમાં Whatsapp એ " એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન"ના મુદે સરકાર વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી છે.તેવા સમયે આવો આપણે સમજીએ Whatsappની 'એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન' સુવિધા શું છે અને તે WhatsApp બે લોકો અથવા ગ્રુપ વચ્ચેના સંદેશા વ્યવહારને કેવી રીતે સુરક્ષિત બનાવે છે.

જાણો શું છે  Whatsapp નું એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન ફીચર, કેવી રીતે કરે છે કાર્ય
વોટ્સએપનું એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન ફીચર

Follow us on

દેશમાં નવા આઇટી કાયદાઓના અમલમાં પગલે વોટસએપ અને કેન્દ્ર સરકાર આમને સામને છે. જેમાં Whatsapp એ ” એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન”ના મુદે સરકાર વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેના લીધે ઘણા દિવસોથી ‘એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન'(End-to-end encryption)  ની ચર્ચાએ જોર પકડ્યું છે. કંપની Whatsapp નું આ સિક્યુરિટી ફીચર છોડવા તૈયાર નથી.

જ્યારે કેન્દ્ર સરકારનું કહેવું છે કે સુરક્ષા અને રાષ્ટ્રીય હિતો માટે જ્યારે જ્યારે કોઈ પોસ્ટ વિશે તેની પાસે પૂછવામાં આવશે ત્યારે તે પૂરી પાડવી પડશે. વોટ્સએપ કહે છે કે પોસ્ટના પ્રથમ વખત શેર કરનારની ઓળખ જાહેર કરવાથી ‘પ્રાઇવસીના અધિકાર’ નું ઉલ્લંઘન થશે.

તેવા સમયે આવો આપણે સમજીએ Whatsappની ‘એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન’ સુવિધા શું છે અને તે WhatsApp બે લોકો અથવા ગ્રુપ વચ્ચેના સંદેશા વ્યવહારને કેવી રીતે સુરક્ષિત બનાવે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ સુવિધા માહિતી ખોટા હાથમાં જતા અટકાવે છે

Whatsapp  પર, વપરાશકર્તાઓ ટેક્સ્ટ સંદેશાઓ, પોસ્ટ્સ, ચિત્રો, વીડિયો, વોઇસ મેસેજ, દસ્તાવેજો, સ્થિતિ અપડેટ્સ, કોલ્સ દ્વારા એકબીજા સાથે જોડાય છે. આ દ્વારા તેઓ વાર્તાલાપ કરે છે અને માહિતીનું આદાનપ્રદાન કરે છે. આ વાતચીત ખાનગી તેમજ સંવેદનશીલ છે. યુઝરના ડેટાને સુરક્ષિત રાખવાની જવાબદારી વોટ્સએપ પર છે. બે લોકો વચ્ચેની વાતચીત હેક ન થાય અને ખોટા હાથમાં ન આવે તે માટે વોટ્સએપે ‘એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન’ સુવિધા આપી છે.

આ રીતે ‘એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન’ કાર્ય કરે છે

ધારો કે જો તમે વોટ્સએપ પર કોઈને ‘હેલો’ મેસજ મોકલી છો. તમે ‘હેલો’ મોકલો કે તરત જ આ શબ્દ મશીન કોડમાં ફેરવાઈ જશે. એટલે કે તે મશીન ભાષામાં ‘એન્ક્રિપ્ટેડ’ થાય છે.  જે વ્યકિત પાસેથી  તે મોકલવામાં આવે છે તેને મેળવનાર બીજી  વ્યક્તિ બીજી બાજુ ‘ડીક્રિપ્ટ કરે છે. એટલે કે, પહેલા ‘હેલો’ શબ્દ કોડમાં બદલાશે અને જે વ્યક્તિને  તે મોકલવામાં આવ્યો છે તેના એન્ડ સુધી કોડ ના સ્વરૂપે જશે. એટલે કે જો કોઈ તેને હેક કરીને સંદેશાને વાંચવાનો પ્રયાસ કરશે તો તે તે સંદેશને ડિકોડ કરી શકશે નહીં.

વોટ્સએપના સર્વરને આ સંદેશાઓની એક્સેસ નથી

આ રીતે, વોટ્સએપનું  એન્ટ ટુ એન્ડ એન્ક્રિપ્શન (End-to-end encryption ) યુઝર્સની ગુપ્તતા અને વાતચીત અને ડેટાને સુરક્ષિત કરે છે. જો કે વોટ્સએપ પાસે ચોક્કસપણે માહિતી છે કે સંદેશ ક્યારે અને કેટલા વાગે અને કોણે કોને મોકલ્યો હતો. અથવા કયા યુઝર્સના હેન્ડસેટ પર વાતચીત થઈ હતી. વોટ્સએપના સર્વરને આ સંદેશાઓની એક્સેસ નથી તેમ તે જણાવે છે.

એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન’ ના ઘણા ફાયદા

વોટ્સએપના આ ‘એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન’ ના ઘણા ફાયદા છે. પ્રથમ, તે તમારા ડેટાને હેક થવાથી સુરક્ષિત કરે છે. જો હેકર્સ તમારો ડેટા હેક કરે છે, તો પણ તે તેને ‘ડિક્રિપ્ટ’ કરી શકશે નહીં. વોટ્સએપનું આ ફીચર તમારા ડેટાની ગુપ્તતાને સુરક્ષિત કરે છે. જો તમે Gmail પર કોઈ વિગતો મોકલો છો, તો Google તેને જોઈ શકે છે. જો તમે મેઇલને ડિલીટ કરી નાખો, તો પણ તે તેને સાચવી અને રાખી શકે છે. પરંતુ ‘એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન’ તમને તમારો સંદેશ જેને તમે મોકલવા માંગો તેને જ જોઇને વાંચવા દે છે.

Published On - 4:23 pm, Wed, 2 June 21

Next Article