ડાટાના ખેલ બાદ રેલના ખેલમાં પણ ઉતર્યું JIO, ટ્રેન ટિકિટ બુક કરાવવાની સુવિધા શરુ

JIO PHONE યૂઝર્સ હવે રિલાયંસ જિયોની JIO RAIL APP વડે IRCTC દ્વારા અપાતી રેલવે ટિકિટ બુકિંગ સેવાનો ફાયદો ઉઠાવી શકશે. જિયો રેલ એપથી યૂઝર્સ ટ્રેન ટિકિટ બુક કરાવી શકશે, તો કૅંસલ પણ કરાવી શકશે. રેલવે ટિકિટ બુકિંગ માટે આપ એપમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ઈ-વૉલેટથી પણ ચુકવણી કરી શકશો. આ પણ વાંચો : ન્યૂઝીલૅંડ પોલીસની […]

ડાટાના ખેલ બાદ રેલના ખેલમાં પણ ઉતર્યું JIO, ટ્રેન ટિકિટ બુક કરાવવાની સુવિધા શરુ
| Updated on: Jan 28, 2019 | 10:16 AM

JIO PHONE યૂઝર્સ હવે રિલાયંસ જિયોની JIO RAIL APP વડે IRCTC દ્વારા અપાતી રેલવે ટિકિટ બુકિંગ સેવાનો ફાયદો ઉઠાવી શકશે.

જિયો રેલ એપથી યૂઝર્સ ટ્રેન ટિકિટ બુક કરાવી શકશે, તો કૅંસલ પણ કરાવી શકશે. રેલવે ટિકિટ બુકિંગ માટે આપ એપમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ઈ-વૉલેટથી પણ ચુકવણી કરી શકશો.

આ પણ વાંચો : ન્યૂઝીલૅંડ પોલીસની WARNING છતાં ન માની વિરાટ સેના, ન્યૂઝીલૅંડ ધ્વસ્ત-ઇન્ડિયા મસ્ત, સિરીઝમાં મેળવી 3-0ની અજેય લીડ

આ ઉપરાંત જિયો ફોન યૂઝર્સ આ એપની મદદથી પીએનઆર સ્ટેટસ, ટ્રેન ટાઇમિંગ્સ, રૂટ તથા સીટની ઉપલબ્ધતાની પણ તપાસ કરી શકશે. જિયો રેલ એપને JIO PHONE તથા JIO PHONE 2માં ડાઉનલોડ કરી શકાય છે.

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે ક્યાંથી લડશે ચૂંટણી ? વડોદરાથી કે વારાણસીથી ? થઈ ચુક્યો છે નિર્ણય ! જાણવા માટે CLICK કરો

આ સૌથી અગત્યના ફીચરની વાત કરીએ, તો જિયો રેલ એપ આઈઆરસીટીસીની રિઝર્વ્ડ બુકિંગ સર્વિસને ઉપયોગમાં લાવી જિયો ફોન યૂઝરને આ સુવિધા આપે છે. જો યૂઝર્સ પાસે આઈઆરસીટીસી ઍકાઉંટ નથી, તો જિયો રેલ એપમાં જ ઍકાઉંટ બનાવવાનો વિકલ્પ મળે છે. ત્યાર બાદ બુકિંગ શક્ય બની જશે.

આ પણ વાંચો : આતંકવાદીઓને આશ્રય આપનાર પાકિસ્તાન હવે ભેગું કરી રહ્યું છે ગોબર, કારણ જાણીને હસવું પણ આવશે અને આશ્ચર્ય પણ થશે !

રિલાયંસ જિયોએ માહિતી આપી છે કે આવનારા દિવસોમાં પીએનઆર સ્ટેટસમાં ફેરફારનું ઍલર્ટ, લોકેટ ઍ ટ્રેન તથા મુસાફરી દરમિયાન ભોજન ઑર્ડર કરવા જેવા ફીચર પણ આ એપમાં ઉમેરવામાં આવશે.

[yop_poll id=861]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]