ટેકનોલોજી ક્ષેત્રે જાપાનની નવી ઉપલબ્ધી, બનાવી એવી વસ્તુ કે લૂંટી દુનિયાની વાહ વાહી

|

Dec 28, 2020 | 5:40 PM

જાપાનની ટેકનોલોજી ક્ષેત્રે ઘણી ઉપલબ્ધિઓ છે અને  પર્યાવરણને લઇને પહેલાથી જ સંવેદનશીલ રહ્યુ છે આ વર્ષે જાપાનની સ્પેસ એંજન્સીએ મોટી ઉપ્લબ્ધી હાંસલ કરી છે, જાપાને લાકડાની સેટેલાઇટ લોંચ કરવાની જાહેરત કરીને દુનિયાને ચોંકાવી છે, કહેવામાં આવી રહ્યુ છે કે આ સેટેલાઇટ ઇકો ફ્રેન્ડલી હશે અને આનાથી અંતરિક્ષમાં પ્રદૂષણને થતા રોકી શકાશે જાપાનની બે સંસ્થા ક્યોટો […]

ટેકનોલોજી ક્ષેત્રે જાપાનની નવી ઉપલબ્ધી, બનાવી એવી વસ્તુ કે લૂંટી દુનિયાની વાહ વાહી

Follow us on

જાપાનની ટેકનોલોજી ક્ષેત્રે ઘણી ઉપલબ્ધિઓ છે અને  પર્યાવરણને લઇને પહેલાથી જ સંવેદનશીલ રહ્યુ છે આ વર્ષે જાપાનની સ્પેસ એંજન્સીએ મોટી ઉપ્લબ્ધી હાંસલ કરી છે, જાપાને લાકડાની સેટેલાઇટ લોંચ કરવાની જાહેરત કરીને દુનિયાને ચોંકાવી છે, કહેવામાં આવી રહ્યુ છે કે આ સેટેલાઇટ ઇકો ફ્રેન્ડલી હશે અને આનાથી અંતરિક્ષમાં પ્રદૂષણને થતા રોકી શકાશે

જાપાનની બે સંસ્થા ક્યોટો યુનિવર્સિટી અને સુમિટોમો ફોરેસ્ટ્રી અંતરિક્ષમાં ઝાડના વિકાસ અને લાકડાના સામાન પર રિસર્ચ કરી રહી છે, લાકડાની સેટેલાઇટ બનાવવા પાછળનુ કારણ છે કે તે જ્યારે પોતાની ધુરી પરથી હટશે કે ધરતી પર પાછુ ફરશે ત્યારે તે વાતાવરણના સંપર્કમાં આવતા જ સંપૂર્ણપણે નષ્ટ થઇ જશે જેથી વાતાવરણને નુકશાન નહી થાય

જાપાનનુ આ પગલુ પ્રદૂષણને રોકવા માટે મહત્વનુ ગણાય રહ્યુ છે, અમેરિકી સ્પેસ એંજસી નાસા મુજબ અંતરિક્ષમાં લગભગ 6 હજાર ટન કચરો ભ્રમણ કરી રહ્યો છે, અંતરિક્ષમાં માનવ સર્જિત વસ્તુઓ જમા થઇ ગઇ છે, જેમાં ખરાબ અને જુની સેટેલાઇટના કચરાનો સમાવેશ છે

Next Article