
ઈનકમટેક્ષ વિભાગે તમામ પાનકાર્ડની સાથે આધારકાર્ડને લિંક કરવાનું ફરજિયાત કરી દીધું છે. આથી જો તમે આવું નહીં કર્યું તો એક મહિના બાદ તમારી પાસે રહેલું પાનકાર્ડ કોઈ કામનું નહીં રહે. આ માટે છેલ્લી તારીખ 31 માર્ચ 2020 નક્કી કરવામાં આવી છે. આથી પાનકાર્ડ લિંક કરાવવું અનિવાર્ય છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : જાણો ગુજરાત સરકાર હવે ક્યાં પ્રકારની ખેતી કરવા ખેડૂતોને સલાહ આપી રહી છે?
આ ઉપરાંત સરકારી આંકડા મુજબ જોવા જઈએ તો અંદાજે 17 કરોડ લોકોએ પોતાના પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરાવ્યા નથી. આથી જલદીથી જલદી આ કામ કરી લો જેના લીધે કોઈ ગૂંચવણ ઉભી ના થાય.
કેવી રીતે કરાવી શકશો લિંક?
ભારત સરકારના ઈનકમ ટેક્ષ વિભાગની વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in પર જાઓ.
ત્યાં ડાબી બાજુ તમે Link Aadhar– લિંક આધારે એવો વિકલ્પ જોઈ શકશો.
આ વિકલ્પ પર ક્લિક કરવાથી તમે એક નવી વિન્ડોઝમાં જશો અને ત્યાંથી તમે ડિટેલ્સ ભરીને જાણી શકશો કે પાનકાર્ડની સાથે આધારકાર્ડ લિંક છે કે નહીં.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
SMS મોકલીને પણ કરાવી શકો છો લિંક
તમારા રજિસ્ટડ મોબાઈલ નંબર પરથી 567678 પર મેસેજ કરો અને તેમાં કેપિટલ લેટરમાં IDPN લખો ત્યાર બાદ એક સ્પેસ એટલે કે જગ્યા મુકીને આધારનંબર લખો અને મેસેજ મોકલી દો. આમ આ રીતે પણ તમે પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરાવી શકશો.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]