India’s first CNG Tractor: ખેડૂતો હવે જૂના ટ્રેક્ટરમાં પણ CNG કીટ લગાવી શકાશે, થશે લાખોની બચત

|

Feb 12, 2021 | 8:21 PM

India's first CNG Tractor: કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ શુક્રવારે દેશનું પ્રથમ CNGથી ચાલતું ટ્રેક્ટર લોન્ચ કર્યું છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે હવે ખેડૂતો તેમના જૂના ટ્રેકટરોમાં પણ CNG કીટ ફીટ કરાવી શકશે.

Indias first CNG Tractor: ખેડૂતો હવે જૂના ટ્રેક્ટરમાં પણ CNG કીટ લગાવી શકાશે, થશે લાખોની બચત

Follow us on

India’s first CNG Tractor: કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ શુક્રવારે દેશનું પ્રથમ CNGથી ચાલતું ટ્રેક્ટર લોન્ચ કર્યું છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે હવે ખેડૂતો તેમના જૂના ટ્રેકટરોમાં પણ CNG કીટ ફીટ કરાવી શકશે. આ અંગેની વિસ્તૃત માહિતી ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ખેતીમાં ટ્રેકટરના ઉપયોગ માટે પ્રતિ કલાક સરેરાશ 4 લિટર ડીઝલ વપરાય છે, તેનો ખર્ચ પ્રતિ લિટર રૂ.78 જેટલો થાય છે. એ જ ટ્રેક્ટર CNGથી ચલાવવામાં આવે તો 4 કલાકમાં CNGનો ખર્ચ આશરે 180 રૂપિયા થાય. એક અંદાજ મુજબ CNGથી ટ્રેક્ટર ચલાવવાના કારણે ખેડૂતને વાર્ષિક 1 લાખ રૂપિયા જેટલો લાભ થશે.

 

 

ટ્રેક્ટર બાદ ખેતીના અન્ય વાહનો સાથે લાગશે CNG કીટ

ટ્રેક્ટર લોન્ચ કરતા નીતિન ગડકરીએ કહ્યું કે અન્ય CNG વાહનોની જેમ જ CNG ટ્રેક્ટરને શરૂ કરવા માટે ડીઝલની જરૂર પડશે. ત્યારબાદ તે CNGથી ચાલશે. નીતિન ગડકરીએ કહ્યું કે કે મેક ઈન ઈન્ડિયા હેઠળ સીએનજી કીટ તૈયાર કરવામાં આવી રહી છે. ખેતીમાં ઉપયોગમાં લેવાતા અન્ય સાધનોને બાયો CNGમાં રૂપાંતરિત કરવાની યોજના છે.

 

બાયો-CNG સસ્તું પડશે

7 કિલો પરાલીમાંથી 1 કિલો બાયો-CNG તૈયાર કરી શકાય છે. તેને બનાવવા માટે આશરે એક કિલો માટે 15 રૂપિયા ખર્ચ થશે. પરાલીનો ખર્ચ મુખ્ય કિંમત 1,200થી 1,500 ટનના હિસાબે લગભગ 10 રૂપિયા થાય છે. આ રીતે બાયો-CNGની કિંમત આશરે 25 રૂપિયા પ્રતિ કિલો આવશે. માર્ગ પરિવહન મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલમાં સીએનજી માર્કેટ રેટમાં ઉપલબ્ધ થશે, પરંતુ જો બાયો-CNGનો ઉપયોગ સફળ થશે તો તેનો ઉપયોગ વધશે અને બજાર કરતા પણ સસ્તું થશે.

 

આ પણ વાંચો: National : હવાઇ મુસાફરી મોંધી બનશે, વિમાનના ભાડામાં 30 ટકાનો વધારો

Next Video