તમે તો નથી કરતાને આ ભૂલ! નહીં તો બંધ થઈ જશે તમારૂ સિમ કાર્ડ, સરકારે બંધ કર્યા 55 લાખ સિમકાર્ડ

ભારતમાં સાયબર ફ્રોડના કેસ વધી રહ્યા છે. દરરોજ સાયબર સ્કેમના નવા નવા કેસ જોવા મળી રહ્યા છે. તેમાં મોટાભાગના લોકો પોતાના લાખો રૂપિયા ગુમાવી દે છે, જ્યારે ઘણા કેસમાં 1 કરોડ રૂપિયા પણ ગુમાવી ચૂક્યા છે.

તમે તો નથી કરતાને આ ભૂલ! નહીં તો બંધ થઈ જશે તમારૂ સિમ કાર્ડ, સરકારે બંધ કર્યા 55 લાખ સિમકાર્ડ
File Image
| Updated on: Dec 17, 2023 | 7:20 PM

દેશમાં બની રહેલા સાયબર ફ્રોડ કેસને લઈને સરકારે એક મોટુ પગલું ભર્યુ છે. ભારત સરકારે એક્શન લેતા કુલ 55 લાખ ફોન નંબરને બંધ કરી દીધા છે. સરકારનો આ નિર્ણય સાયબર ફ્રોડને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આ સિમ કાર્ડ ફેક ડોક્યુમેન્ટ આપીને લેવામાં આવ્યા હતા.

ભારતમાં સાયબર ફ્રોડના કેસ વધી રહ્યા છે. દરરોજ સાયબર સ્કેમના નવા નવા કેસ જોવા મળી રહ્યા છે. તેમાં મોટાભાગના લોકો પોતાના લાખો રૂપિયા ગુમાવી દે છે, જ્યારે ઘણા કેસમાં 1 કરોડ રૂપિયા પણ ગુમાવી ચૂક્યા છે.

સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે સંસદમાં જાણકારી આપતા કહ્યું કે તપાસમાં જાણવા મળ્યુ કે ફેક આઈડી કાર્ડની મદદથી લેવામાં આવેલા નંબરને બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાં લગભગ 55 લાખ મોબાઈલ નંબર સામેલ છે. સાથે જ સાયબર ફ્રોડમાં સામેલ 1.32 લાખ મોબાઈલ ફોનને પણ બ્લોક કરવામાં આવ્યા છે. આ એક મોટુ પગલુ છે.

કેન્દ્ર સરકારે સંચાર સાથી પોર્ટલમાંથી ફેક ડોક્યુમેન્ટ પર મેળવેલા સિમ કાર્ડની ઓળખ કરી. એટલું જ નહીં સરકારને લોકો તરફથી મળેલી ફરિયાદ પર એક્શન લેતા 13.42 લાખ કનેક્શનને બ્લોક કરી દીધા છે. જણાવી દઈએ કે ફેક ડોક્યુમેન્ટના આધાર પર મેળવેલા સિમ કાર્ડથી સાયબર ફ્રોડ અને લોકો સાથે છેતરપિંડી કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

શું છે સંચાર સાથી પોર્ટલ?

સંચાર સાથી પોર્ટલને લોકોની સેવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. તેની મદદથી ચોરી કે ગુમ થયેલા સ્માર્ટફોનને સરળતાથી શોધી શકાય છે. ફોન ખોવાઈ જાય અથવા ચોરી થવા પર આ પોર્ટલ પર તરત જ રિપોર્ટ કરી શકો છો.

ત્યારબાદ તમારો ફોન બ્લોક થઈ જશે, જેથી તમારા ફોનમાંથી જરૂરી ડિટેલ્સ લીક ના થાય અને તે ફોનનો કોઈ ખોટો ઉપયોગ ના કરી શકે. જો ચોર તમારા ફોનના સિમ કાર્ડને કાઢીને તે ફોનમાં બીજુ સિમ કાર્ડ પણ નાખે છે તો તે પણ બ્લોક થઈ જશે. એટલું જ નહીં કોઈ અન્ય વ્યક્તિ તમારા ડોક્યુમેન્ટ પર તો સિમ કાર્ડ ચલાવી રહ્યો નથી, તે પણ સંચાર સાથી પોર્ટલથી ચેક કરી શકો છો.