
WhatsApp એ વિશ્વની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. વોટ્સએપ તેના વપરાશકર્તાઓને બે પ્રકારના એકાઉન્ટ્સ ઓફર કરે છે, Personal અને Business.આ મેસેજ એપ વિશ્વભરમાં ઉપયોગમાં લેવાય છે. પરંતુ શું તમે જાણો છો કે WhatsApp પર કરવામાં આવેલી કેટલીક ભૂલો તમારા એકાઉન્ટને કાયમ માટે પ્રતિબંધિત પણ કરી શકે છે.
વ્હોટ્સએપ સામાન્ય રીતે તેના નિયમોના ભંગ બદલ વપરાશકર્તાઓના એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકે છે. જો કે, જો યુઝર્સ ઈચ્છે તો વોટ્સએપ એકાઉન્ટને અનબેન કરવા માટે અપીલ કરી શકે છે. તેની માટેની પણ પ્રોશેસ છે પણ જો કેટલીક ભૂલો તમે તમારા વોટ્સ એપ અકાઉન્ટ પર કરો છો તો તમારું પણ અકાઉન્ટ બેન એટલેકે પ્રતિબંધિત થઈ શકે છે. ચાલો જાણીએ કઈ છે તે ભૂલો.
વોટ્સએપ દર મહિને લાખો એકાઉન્ટ્સ કેમ પ્રતિબંધિત કરે છે, તો લોકોની માહિતી માટે, અમે આપને જણાવી દઈએ કે, જ્યારે પણ કોઈ વપરાશકર્તા કંપની દ્વારા બનાવેલા નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળે, ત્યારે એકાઉન્ટને પ્રતિબંધિત કરવામાં આવશે.WhatsApp દ્વારા બનાવવામાં આવેલી માર્ગદર્શીકા અને શરતોનું ધ્યાન રાખો. ભૂલથી પણ ક્યારેય તેનું ઉલ્લંઘન ન કરો. જો માર્ગદર્શીકા અને શરતોનું ઉલ્લંઘન થશે તો તમારું એકાઉન્ટ સીધેસીધુ જ પ્રતિબંધિત પણ થઈ શકે છે.
Published On - 1:52 pm, Fri, 14 June 24