જો તમે Tech પ્રોફેશનલ છો, તો આ દેશમાં સ્થાયી થવાની છે અમૂલ્ય તક

|

Dec 28, 2020 | 3:13 PM

ફિનલેંડએ દુનિયાભરના ટેક પ્રોફેશનલને પોતાના દેશમાં સ્થાયી થવા માટે આમંત્રણ આપ્યું છે. ફિનલેંડએ પોતાની માઇગ્રેશન યોજના હેઠળ ઇતિહાસમાં પહેલી વાર એક અભિયાન શરૂ કર્યુ છે. જેના હેઠળ ટેક પ્રોફેશનલ્સ ફિનલેંડમાં 3 મહિના માટે પરિવાર સાથે જઇ શકે છે. અને જો તેમને અનુકુળ આવે તો ત્યાં સ્થાયી પણ થઇ શકે છે. આ યોજના દ્વારા ફિનલેંડ દુનિયાભરની […]

જો તમે Tech પ્રોફેશનલ છો, તો આ દેશમાં સ્થાયી થવાની છે અમૂલ્ય તક

Follow us on

ફિનલેંડએ દુનિયાભરના ટેક પ્રોફેશનલને પોતાના દેશમાં સ્થાયી થવા માટે આમંત્રણ આપ્યું છે. ફિનલેંડએ પોતાની માઇગ્રેશન યોજના હેઠળ ઇતિહાસમાં પહેલી વાર એક અભિયાન શરૂ કર્યુ છે. જેના હેઠળ ટેક પ્રોફેશનલ્સ ફિનલેંડમાં 3 મહિના માટે પરિવાર સાથે જઇ શકે છે. અને જો તેમને અનુકુળ આવે તો ત્યાં સ્થાયી પણ થઇ શકે છે. આ યોજના દ્વારા ફિનલેંડ દુનિયાભરની ટેકનોલોજી ક્ષેત્રની પ્રતિભાઓને આકર્ષિત કરવા માંગે છે. અને દેશને તક્નીકી ક્ષેત્રે આગળ વધારવા માંગે છે.

ફિનલેંડની માઇગ્રેશન યોજના હેઠળ આ અભિયાનની શરૂઆત થઇ ચૂકી છે. આના માટે એક મહિનામાં જ 5300 આવેદનો આવી ચૂક્યા છે. આવેદન કરનાર લોકોમાં 30 ટકા લોકો ફક્ત અમેરિકા અને કેનેડાના જ છે. જ્યારે 50થીવધુ લોકો બ્રિટીશ છે. જોવાની વાત એ છે કે 800 જેટલા આવેદન એવા લોકોના છે જે સ્ટાર્ટઅપ કરવા માંગે છે. 

આ સુવિધાઓ આપશે સરકાર

90 દિવસ સુધી રહેનારને સરકાર ઘર આપશે
સરકારી દસ્તાવેજ આપવામાં આવશે
બાળકો માટે સ્કૂલમાં દાખલા અને ડે કેર જેવી સુવિધાઓ અપાશે
રિમોટ વર્કિગની વ્યવસ્થા કરી આપશે.

Published On - 3:10 pm, Mon, 28 December 20

Next Article