Gujarati NewsTechnologyIf someone is annoying you on Instagram, block them within 1 minute! Find out here
ઇન્સ્ટાગ્રામ પર જો કોઈ વ્યક્તિ હેરાન કરે છે તો તેને 1 મિનિટની અંદર જ બ્લોક કરો ! જાણો અહીંયા
ઇન્સ્ટાગ્રામ (Instagram) પર તમે સરળતાથી કોઈ પણ યુઝરને બ્લોક કરી શકો છો અથવા અનબ્લૉક કરી શકો છો. જો તમે ઇન્સ્ટાગ્રામ પર આ અંગે મુશ્કેલી અનુભવો છો, તો અમે તમને સરળ શબ્દોમાં તમામ માહિતી જણાવીશું.
Instagram (File Photo)
Follow us on
તમારા પરિવાર અને મિત્રો વચ્ચેના ફોટા શેર કરવા માટે ઇન્સ્ટાગ્રામ (Instagram) એક શાનદાર એપ્લિકેશન છે. ઇન્સ્ટાગ્રામના શાનદાર ફીચર્સની સાથે અહીં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પણ પડે છે. ઇન્સ્ટાગ્રામ પર અજાણ્યા લોકો દ્વારા થતું ટ્રોલિંગ (Trolling) અને મેસેજિંગ તમને મુશ્કેલી પહોંચાડી શકે છે. જો કે, તમારી સુવિધા માટે ઈન્સ્ટાગ્રામ દ્વારા આવા લોકોને બ્લોક (Block Option) કરવાનો ઑપ્શન પણ આપે છે. જો તમને કોઈ સમસ્યા હોય તો તમે તેને સરળતાથી બ્લોક કરી શકો છો. તમારા ઇન્સ્ટાગ્રામ પર તમારી પ્રાઇવસીનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે.
તેમને બ્લોક કરવાથી તેમને કોઇપણ નોટિફિકેશન નથી મળતું. તમે તમારા ઇન્સ્ટાગ્રામ પર કોઈપણ બ્લોક કરેલા એકાઉન્ટને અનબ્લોક પણ કરી શકો છે.
ઇન્સ્ટાગ્રામ પર બ્લોક કરવા માટેના સ્ટેપ્સ નીચે મુજબ છે
તમારા એન્ડ્રોઇડ અથવા આઇફોન પર જઈને ઇન્સ્ટાગ્રામ એપ ઓપન કરો.
તે યુઝર્સની પ્રોફાઇલ પર જાઓ, તમે બ્લોક કરવા માંગો છો. આ ઉપરાંત, તમે સર્ચ બારમાં જઈને જે-તે એકાઉન્ટને શોધી શકો છો, અથવા તમારા ફોલોવર્સ લિસ્ટમાં શોધ કરીને તેની પ્રોફાઇલ પર જઈ શકો છો.
આ પ્રોફાઈલ શોધીને તેની રાઈટ સાઈડમાં રહેલા 3 ડોટ્સ પર ક્લીક કરો.
આ યુઝરને બ્લોક કરવા માટે ‘બ્લોક’ ઓપ્શન પર ક્લિક કરો.
મોબાઇલથી ઇન્સ્ટાગ્રામ યુઝરને અનબ્લૉક કરવાની રીત
તમારા ફોન પર જઈને ઇન્સ્ટાગ્રામ એપ ઓપન કરો.
ત્યારબાદ તમારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પેજ પર જાઓ.
હવે ટોપ-રાઇટ બાજુ પર ત્રણ ડૉટ વાળો આઇકોન શોધો.
હવે તમારી પ્રોફાઇલ મેનૂમાં નીચેની તરફ એક ગિયરવાળા આઇકન એટલે કે ‘સેટિંગ્સ’ જોવા મળશે.
હવે આ સેટિંગ્સ મેનુ પર ક્લીક કરીને, પ્રાઇવસીના ઓપ્શનમાં ક્લીક કરો.
હવે સબ-સેક્શન મેનૂમાં ‘કનેક્શન્સ’ પર જઈને ‘બ્લોક કરેલ એકાઉન્ટ્સ’ ઓપ્શન પર ક્લિક કરો.
આ બ્લોક્ડ એકાઉન્ટ્સ પર ક્લિક કરવાથી તેમને ‘અનબ્લોક’ કરવાનો પણ ઓપ્શન પણ જોવા મળશે. તેના પર ક્લિક કરો.
તેના પછી તેની પ્રોફાઇલ પર વિજિટ કરો.
હવે બ્લૉક કરેલી વ્યક્તિની પ્રોફાઇલ નીચે આપેલ ‘અનબ્લોક’ ઑપ્શન પર ક્લિક કરો.
તમે જો તેમાં ક્લિક કરો છો, તો એક પૉપ-અપ બોકસ ખોલશે, અને તે દરેકને અનબ્લૉક કરવા કહેશે. જો તમે ‘અનબ્લોક’ પર ક્લિક કરો છો, તો દરેક બ્લોક થયેલી વ્યક્તિ અનબ્લોક થશે.
અનબ્લૉક થયા પછી પૂર્વે બ્લોક થયેલી દરેક વ્યક્તિ તમારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલને જોઈ શકે છે. જો તમે તમારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પબ્લિક કરી છે, તો તે તમારી પ્રોફાઇલને ફોલો કરી શકે છે, તમને મેસેજ કરી શકો છે અને તમારી પોસ્ટને લાઈક પણ કરી શકે છે.