બેંક ખાતામાં Email ID અપડેટ કરવું છે એકદમ સરળ, જાણો આ ત્રણ રીત

|

Mar 02, 2021 | 5:14 PM

બેંક ખાતામાં ઈમેઈલ આઈડી ખબૂ જરૂરી છે. જેનાથી બધી અપડેટ મળતી હોય છે. પરંતુ જો તમે તમારું ઈમેઈલ આઈડી અપડેટ કરવા માંગતા હોય તો આ અહેવાલ ખાસ તમારા માટે છે.

બેંક ખાતામાં Email ID અપડેટ કરવું છે એકદમ સરળ, જાણો આ ત્રણ રીત
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

શું તમે તાજેતરમાં તમારૂ ઇમેઇલ આઈડી બદલ્યું છે? તો હવે બેંકની અપડેટ મેળવવામાં તકલીફ પડે છે? જો તમે તમારી બેંકમાં તમારું ઈમેઈલ આઈડી અપડેટ કરવા માંગતા હોય તો આ તમારા કામની વાત છે. તમને જણાવી દઈએ કે બેંકમાં ઈમેઈલ આઈડી અપડેટ કરવું ખૂબ જ સરળ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના ગ્રાહકો તેમના બચત ખાતા સાથે તેમનું ઇમેઇલ આઈડી બદલી અથવા અપડેટ કરી શકે છે. આ પ્રક્રિયા ઓનલાઇન અથવા મોબાઇલ એપ્લિકેશન દ્વારા કે પછી SBI બેંક શાખાની મુલાકાત લઈને કરી શકાય છે.

આ રીતે અપડેટ કરો તમારું ઈમેઈલ આઈડી

www.onlinesbi.com પર લોગ ઇન કરો

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

‘પ્રોફાઈલ-વ્યક્તિગત ડીટેઈલ્સ – ઈમેઈલ આઈડી ચેન્જ’ પર ક્લિક કરો.

ત્યાં ‘માય એકાઉન્ટ્સ’ હશે, જે સ્ક્રીનના ડાબી પેનલ પર દેખાશે.

આગલા પેજ પર એકાઉન્ટ નંબર એડ કરો અને ઇનપુટ ઇમેઇલ આઈડી ઈનપુટ કરીને સબમિટ કરો.

તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલેલા ઓટીપીનો ઉપયોગ કરીને ઇમેઇલ આઈડીના ફેરફારને મંજૂરી આપો.

તમે શાખામાં જઈને પણ આ કામ કરી શકો છો.

કોઈપણ SBI શાખાની મુલાકાત લઈને તમારું ઇમેઇલ આઈડી કેવી રીતે અપડેટ કરવું.

તમારી નજીકની SBI શાખા પર જાઓ.

વિનંતી પત્ર ભરો અને સબમિટ કરો.

જરૂરી ચકાસણી બાદ શાખા દ્વારા અપડેશન કરવામાં આવશે.

તમને તમારા અપડેટ કરેલા ઇમેઇલ આઈડી પર એક SMS મળશે.

તમે એસબીઆઇ મોબાઇલ એપ્લિકેશન દ્વારા પણ ઇમેઇલ આઈડી અપડેટ કરી શકો છો.

SBI મોબાઇલ એપ્લિકેશન પર લોગઈન કરો.

મેનૂ ટેબ પરથી ‘માય પ્રોફાઇલ’ પર જાઓ અને એડિટ આઇકન પર ક્લિક કરો.

ઇમેઇલ આઈડી દાખલ કરો.

હવે ઓટીપી જનરેટ કરો અને નોંધાયેલા મોબાઇલ નંબર પર મળેલ ઓટીપી દાખલ કરો.

સબમિટ પર ક્લિક કરો.

Next Article