
આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તે ઘણા કાર્યોમાં જરૂરી છે. તે જેટલું ઉપયોગી છે તેટલું જોખમી પણ છે. કારણ કે આધાર કાર્ડથી છેતરપિંડી કરવી ખૂબ જ સરળ બની ગઈ છે. તમને જણાવી દઈએ કે આ છેતરપિંડી હેઠળ તમારા આધાર કાર્ડ પરથી નકલી સિમ લઈ શકાય છે. એક આઈડી પર 9 સિમ લઈ શકાય છે. જો તમને શંકા હોય કે તમારા આધાર કાર્ડ પર અન્ય કોઈ સિમ કાર્ડનો ઉપયોગ કરી રહ્યું છે. તો આ રીતે તપાસો
તમારા આધાર કાર્ડ પર કેટલા મોબાઈલ નંબર રજીસ્ટર છે. તેના વિશે તમે એક વેબસાઈટ દ્વારા સરળતાથી જાણી શકો છો. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સના પોર્ટલ દ્વારા તમે જાણી શકો છો કે તમારા આધાર કાર્ડ પર કેટલા સિમ કાર્ડ રજીસ્ટર છે. આ પોર્ટલને ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન (TAFCOP) કહેવામાં આવે છે.
આ દરમિયાન જો તમને એવો કોઈ નંબર મળે જે તમે નથી જાણતા, તો તમે તેનો રિપોર્ટ કરી શકો છો. ત્યારબાદ તેની તપાસ કરવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ નંબર બ્લોક કરી દેવામાં આવશે.
આ પણ વાંચો જો તમે નવી YouTube ચેનલ શરુ કરી છે ? તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખશો તો ફટાફટ વધી શકે છે સબ્સ્ક્રાઇબર
તમને જણાવી દઈએ કે એક આઈડી પર વધુમાં વધુ 9 સિમ ઈશ્યુ કરવામાં આવે છે. તો કેટલાક રાજ્યોમાં મહત્તમ 6 સિમ આપવામાં આવે છે જેમાં આસામ, જમ્મુ કાશ્મીર અને પૂર્વોત્તર રાજ્યોનો સમાવેશ થાય છે.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો