ગુજરાતમાં બ્લ્યૂ વ્હેલ બાદ લાગી શકે PUBG પર પ્રતિબંધ, જાણો કેમ નહીં રમી શકો આ ઑનલાઈન ગેમ? VIDEO

રાજ્યની શાળાઓમાં પબજી ગેમને લઈને પ્રાથમિક શિક્ષણ વિભાગે દરેક શાસનાધિકારી, ડીઇઓ અને ડીપીઓને પોતાની તાબાની તમામ સ્કૂલોમાં ‘પબજી’ને લઈને એક ખાસ પરિપત્ર જાહેર કર્યો છે. આ ઓનલાઇન ગેમને કારણે બાળકોના મગજ પર વિપરીત અસર થઇ રહી છે. જેને લઇને જાગૃત નાગરિક દ્વારા રાજ્યના બાળ અધિકાર સંરક્ષણ આયોગને પત્ર લખીને આ ગેમ પર પ્રતિબંધ મૂકવાની માગ […]

ગુજરાતમાં બ્લ્યૂ વ્હેલ બાદ લાગી શકે PUBG પર પ્રતિબંધ, જાણો કેમ નહીં રમી શકો આ ઑનલાઈન ગેમ? VIDEO
| Updated on: Jan 23, 2019 | 4:46 AM

રાજ્યની શાળાઓમાં પબજી ગેમને લઈને પ્રાથમિક શિક્ષણ વિભાગે દરેક શાસનાધિકારી, ડીઇઓ અને ડીપીઓને પોતાની તાબાની તમામ સ્કૂલોમાં ‘પબજી’ને લઈને એક ખાસ પરિપત્ર જાહેર કર્યો છે. આ ઓનલાઇન ગેમને કારણે બાળકોના મગજ પર વિપરીત અસર થઇ રહી છે.

જેને લઇને જાગૃત નાગરિક દ્વારા રાજ્યના બાળ અધિકાર સંરક્ષણ આયોગને પત્ર લખીને આ ગેમ પર પ્રતિબંધ મૂકવાની માગ કરાઇ હતી. ઓનલાઇન પબજી ગેમ બાળકોથી લઇને મોટી ઉંમરના લોકોમાં પણ લોકપ્રિય બની છે. ત્યારે શિક્ષણ વિભાગે બાળકોને પબજી ગેમના નુકસાન અંગે જાગૃતિ કેળવવા પરિપત્ર જાહેર કર્યો છે.

દરેક શાળાઓના શિક્ષકોએ બાળકોને સમજાવવા કે ગેમના ગેરફાયદા શું છે અને તેની અસર અભ્યાસ પર કઇ રીતે થાય છે? આ સાથે વિદ્યાર્થીઓને ગેમ અંગે જાગૃત કરવાના કાર્યક્રમો યોજવા સૂચના આપવામાં આવી છે. તજજ્ઞોનું માનવું છે કે, પબજી ગેમ આક્રમક ગેમ હોવાથી બાળકોમાં આક્રમકતા વિકસી શકે છે અને બાળકોના માનસ પર ગંભીર અસર પહોંચાડે છે. ગેમને કારણે નાનપણમાં જ બાળકોને માનસિક બીમારી થઇ શકે છે અને તેમના અભ્યાસ પર પણ અસર કરી શકે છે. અગાઉ બાળકો ગેમથી દૂર રહે તે માટે બ્લૂ વ્હેલ અને પોકેમોન જેવી ગેમ પર પણ સ્કૂલ કક્ષાએ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

સ્કૂલોમાં ‘પબજી’ અંગે ફેલાવાશે જાગરૂકતા

પ્રાથમિક શિક્ષણ વિભાગે કર્યો આદેશ
એક જાગૃત નાગરિકે પ્રતિબંધ મૂકવાની કરી હતી માગ
ગેમના નુકસાન અંગે જાગૃતિ કેળવવા પરિપત્ર જાહેર
શિક્ષકોએ બાળકોને સમજાવવા કે ગેમના ગેરફાયદા શું છે?


ઓનલાઈન પબજી ગેમની અસર અભ્યાસ પર કઇ રીતે થાય છે?
વિદ્યાર્થીઓને જાગૃત કરવા કાર્યક્રમો યોજવા અપાઈ સૂચના
પબજી બાળકોથી લઇને મોટી ઉંમરના લોકોમાં લોકપ્રિય ગેમ
અગાઉ બ્લૂ વ્હેલ અને પોકેમોન પર મુકાયો હતો પ્રતિબંધ

પબજીથી પરેશાની 

આ પણ વાંચો: એક યુવક બેડરૂમમાં PUBG રમતા રમતા પહોંચી ગયો હોસ્પિટલ, હવે શું તમારો વારો છે?

જુઓ VIDEO:

https://youtu.be/_iqnSdQTl5Q

ઓનલાઇન ગેમને કારણે બાળકોના મગજ પર વિપરીત અસર
બાળકોના અભ્યાસ પર પણ અસર કરી શકે છે
નાનપણમાં જ બાળકોને માનસિક બીમારી થઇ શકે છે
આક્રમક ગેમ હોવાથી બાળકોમાં આક્રમકતા વિકસી શકે છે
ગેમ બાળકોના માનસ પર ગંભીર અસર પહોંચાડે છે

[yop_poll id=751]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:28 am, Wed, 23 January 19