Gujarat Budget 2021 : નાણાંપ્રધાન અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાત વિધાનસભામાં વર્ષ 2021-22નું બજેટ (Budget) જાહેર કરતી વખતે એક નવી સોલાર પોલીસીની (Solar Policy) જાહેરાત કરી છે. પર્યાવરણને (Environment) બચાવવાની અને ગ્લોબલ વોર્મિંગની (Global Warming) વાત કરતા તેમણે આ નવી પોલીસીની જાહેરાત કરી છે. બનાસકાંઠા, કચ્છ, પાકિસ્તાનની બોર્ડર અને રાજસ્થાનની બોર્ડર પાસે આવેલી બિનઉપજાઉ જમીન પર સોલાર પ્રોજેકટ્સ બનાવવામાં આવશે. આ રિન્યુએબલ એનર્જી (Renewable Energy) પ્રોજેક્ટથી 30 હજાર મેગા વોટ (30,000 Mega Walt) વિજળીનું ઉત્પાદન કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં પર્યાવરણને કોઇ પણ પ્રકારનું નુક્શાન પહોંચાડ્યા વગર વિજળીનું ઉત્પાદન કરવામાં આવશે.
2021-22 માટે 2,27,029 કરોડનું કુલ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે, જેમાં સરકારે સોલાર એનર્જી, ફૂડ પ્રોસેસિંગ, એગ્રિકલ્ચર જેવા ક્ષેત્ર પર ભાર આપ્યું છે. સાથે જ ગુજરાત મેટ્રો પ્રોજેક્ટ માટે 567 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
Published On - 1:29 pm, Wed, 3 March 21