ઈન્સ્ટાગ્રામ (Instagram) એ વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ્લિકેશનમાંથી એક ગણાય છે. દિવસેને દિવસે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝર્સમાં ખુબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. આ સાથે કંપની તેના યુઝર્સને ખુશ રાખવા માટે નવા ફીચર્સ વારંવાર અપડેટ કરતી રહે છે. તાજેતરમાં આ એપ્લિકેશન એક નવી સુવિધાનું પરીક્ષણ કરી રહી છે જે યુઝર્સને તેમની પ્રોફાઈલમાં પોસ્ટને પીન (Post Pin Option) કરવાની મંજૂરી આપશે. TechCrunchના નવા રિપોર્ટ અનુસાર આ ફીચર હાલમાં ટેસ્ટિંગ પ્રક્રિયામાં છે અને હાલમાં આ ફીચર માત્ર કેટલાક યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે.
આ નવા ફીચરના ભાગ રૂપે અમુક યુઝર્સ પીન કરેલી ઈન્સ્ટાગ્રામ પોસ્ટને તેમની પ્રોફાઈલની ટોચ પર પીન કરી શકે છે. જેમ કે, ટ્વિટર પરના ટ્વીટ્સ અથવા ટિકટોક પરના વીડિયોઝ.
સૂત્રોના જણાવ્યા અનુસાર મેટા કંપની આ ફીચર પર અમુક મહિનાઓથી કામ કરી રહી છે. આ નવી સુવિધા, તમારી Google Keepની મુખ્ય સ્ક્રીનની ટોચ પર પીન કરેલી notes option જેવી જ ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ તેમના મુલાકાતીઓને ચોક્કસ પોસ્ટ્સ વિશે જાણકારી આપવામાં આવશે. જેથી લોકો તમારા વિશે વધુ જાણશે.
જે લોકો પાસે આ સુવિધાનું ઍક્સેસ છે, તેઓ Instagram પોસ્ટ પર ઉપર જઈને 3 ડોટવાળા મેનૂ પર ‘પિન ટુ યોર પ્રોફાઈલ’ વિકલ્પ જોઈ શકે છે.
મેટા કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ “અમે એક નવી સુવિધાનું પરીક્ષણ કરી રહ્યા છીએ, જે લોકોને તેમની પ્રોફાઈલ પર પોસ્ટ કરવા દે છે.” ટ્વીટર યુઝર એલેસાન્ડ્રો પલુઝીએ જાન્યુઆરી મહિનામાં આ સુવિધા વિશે જણાવ્યું હતું અને સમજાવ્યું હતું કે, ભવિષ્યમાં આ પિનિંગ વિકલ્પ કેવો દેખાઈ શકે છે.
પીન કરેલી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ્સ સર્જકો અને અન્ય યુઝર્સને તેમની પ્રોફાઈલની ટોચ પર તમારા કેટલાક શ્રેષ્ઠ કાર્યને પ્રકાશિત કરવાની મંજૂરી આપશે, જેથી મુલાકાતીઓએ તમારી સંપૂર્ણ પ્રોફાઈલ તપાસવાની જરૂર રહેશે નહીં. તે તમારા સૌથી શ્રેષ્ઠ અને સૌથી લોકપ્રિય કાર્યને દર્શાવવા માટે તમારા Instagram ફીડને ‘પોર્ટફોલિયો’ બનવામાં પણ મદદ કરશે.
મેટા કંપની હાલમાં આ ફીચર માટે ડેવલપમેન્ટમાં વ્યસ્ત છે અને આવનારા સમયમાં એપના નવા અપડેટમાં તેને રિલીઝ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત, Instagram પ્રોફાઈલ્સ પર કાર્યમાં સુવિધાને જોવામાં હજી લાંબો સમય લાગી શકે છે. કારણ કે આ ફીચર હાલમાં ટેસ્ટીંગમાં છે અને પહેલા એપના સ્ટેબલ વર્ઝનમાં આવવું પડશે. ઈન્સ્ટાગ્રામ કેટલીકવાર કેટલાક દેશો અને પ્રદેશોમાં અન્ય પહેલા નવી સુવિધાઓ પણ બહાર પાડે છે, જેનો અર્થ એ પણ થઈ શકે છે કે ભારતીય યુઝર્સને કદાચ વધુ રાહ જોવી પડી શકે છે.
આ પણ વાંચો – Alert: WhatsApp પર તમને પણ આવ્યો છે આવો મેસેજ તો થઈ જાવ સાવધાન અને તાત્કાલિક કરો આ કામ