
સરકાર હવે લોકોને સોશિયલ મીડિયા કંપનીઓની સામે FIR દાખલ કરવા માટે સક્ષમ બનાવશે. ડીપ ફેક જેવા ઓબ્જેક્શનેબલ કન્ટેન્ટથી પીડિત થવાની સ્થિતિમાં સરકાર આઈટી રૂલ્સના ઉલ્લંઘન માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સામે FIR દાખલ કરવામાં નાગરિકોની મદદ પણ કરશે. તાજેત્તરમાં જ જોવામાં આવ્યું કે સોશિયલ મીડિયા પર ફિલ્મ અભિનેતા અને રાજનેતાઓનો ડીપ ફેક વીડિયો વાયરલ થયો હતો, હવે સરકાર આ કેસ સામે કડક કાર્યવાહી કરવા માટે મોટા પગલા ઉઠાવી રહી છે.
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મિનિસ્ટ્રી (MEITY) રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે MEITY એક પ્લેટફોર્મ બનાવશે. આ પ્લેટફોર્મ પર યૂઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આઈટી નિયમોના ઉલ્લંઘન વિશે જાણકારી આપી શકે છે. તેનાથી ડીપફેક વીડિયો બનાવનારાઓ પર કાર્યવાહી કરવામાં મદદ મળશે.
આજથી આઈટી નિયમોના ઉલ્લંઘન પર ઝીરો ટોલરન્સ નીતિ લાગુ કરવામાં આવી છે. રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે Meity યૂઝર્સને આઈટી નિયમોના ઉલ્લંઘન વિશે ખુબ જ સરળતાથી સૂચિત કરવા અને એફઆઈઆર દાખલ કરવામાં મદદ કરશે. તેમને કહ્યું કે આજથી આઈટી નિયમોના ઉલ્લંઘન પર ઝીરો ટોલરન્સ છે.
મંત્રીએ કહ્યું કે ઈન્ટરમીડિયરીજ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવશે. તે સિવાય જો તે ડિટેલ્સને જાહેર કરે છે કે કન્ટેન્ટ ક્યાંથી જનરેટ થયુ છે, એટલે કે સૌથી પહેલા ક્યાંથી શેયર કરવામાં આવ્યું છે તો તેની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવશે, જેને કન્ટેન્ટ પોસ્ટ કર્યુ છે. તેમને કહ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને IT નિયમો મુજબ પોતાના ‘ટર્મ્સ ઓફ યૂઝ’ને ઢાળવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
ડીપ ફેક એક પ્રકારનું ફેક મીડિયા કન્ટેન્ટ છે, જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ડીપ ફેકમાં સામાન્ય રીતે વીડિયો અથવા ઓડિયો ફાઈલ્સને એડિટ કરે છે, જેથી કોઈ વ્યક્તિને એવુ કરવા અથવા એવુ કહેવા માટે બતાવવામાં આવે છે, જે તેને વાસ્તવમાં કર્યુ જ હોતુ નથી. ડીપ ફેકનો ઉપયોગ મનોરંજન, પબ્લિસિટી અને છેતરપિંડી માટે કરવામાં આવે છે.
જો કે કોઈની પરવાનગી વગર તેનો ડીપ ફેક વીડિયો અથવા ઈમેજ બનાવવી કાયદાકીય રીતે ગુન્હો છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પણ ફરિયાદ મળવાના 36 કલાકની અંદર ડીપ ફેક કન્ટેન્ટને પોતાના પ્લેટફોર્મથી હટાવવુ જરૂરી છે. હવે સરકારે વધુ એક પગલુ ભરવાનો નિર્ણય કર્યો છે. જો પ્લેટફોર્મ માનતા નથી તો તેની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી શકે છે.