ગુગલ મેપ એક ઇન્ટરેસ્ટિંગ અપડેટ પર કામ કરી રહ્યુ છે જે તમારી ટ્રીપને વધુ સુવિધાજનક બનાવશે. રિપોર્ટ્સ પ્રમાણે મેપિંગ એપ હવે તમને જણાવશે કે કયા રસ્તા પર ટોલ ગેટ છે અને તમારે ટોલ ટેક્સના રૂપમાં કેટલો ખર્ચ કરવો પડશે. આ ફિચર તમને એ નિર્ણય લેવામાં મદદ કરશે કે તમારે ટોલ ગેટ વાળા રસ્તા પર જવુ છે કે નહીં. આ ફિચર હાલમાં શરૂઆતના સ્ટેજ પર છે અને અનુમાન છે કે દેશવાસીઓ માટે તેને જલ્દીથી લોન્ચ કરવામાં આવશે. જોકે આ ફિચર બધા જ દેશમાં ઉપલબ્ધ હશે કે નહીં તેને લઇને હાલ કોઇ જાણકારી સામે નથી આવી.
આવનાર ગુગલ મેપનું આ ફિચર યૂઝર્સ માટે ફાયદાકારક હશે. જ્યારે તમે કોઇ યાત્રા પર નિકળો છો તો રસ્તામાં ઘણા બધા ટોલ પ્લાઝા જોઇને ચોંકી જાવ છો. એવામાં જો ગુગલ મેપ તમને આ વિશે જાણકારી આપવામાં સક્ષમ હશે કે કેટલા ટોલ આવશે અને તેના પાછળ કેટલો ખર્ચ કરવો પડશે. તો તમે સરળતાથી નક્કી કરી શક્શો કે ટોલ પ્લાઝા વાળા રસ્તા પરથી જવુ છે કે નહી. આ યૂઝર્સને સમય બચાવવામાં પણ મદદ કરશે.
ગુગલે તેના આ આગામી ફિચર વિશે ઓફિશિયલી કોઇ જાહેરાત હજી કરી નથી. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, ગુગલ મેપ્સ પ્રિવ્યૂ પ્રોગ્રામના મેમ્બર્સને આ આગામી ફિચર્સ વિશે મેસેજ મોકલવામાં આવ્યો છે. આ અપડેટ રોડ, બ્રિજ અને અન્ય મોંઘા એડિશન પર ટોલની કિંમતોને દર્શાવશે અને તે પણ તમારા નેવીગેશન રૂટ માટે. ગુગલ મેપ્સ પ્રિવ્યૂ પ્રોગ્રામે આ વાતની પુષ્ટી કરી છે કે કુલ ટોલ ટેક્સ તમારી એપ પર જોવા મળશે. તે યૂઝર્સને રૂટ સિલેક્ટ કરવા પહેલા જ બતાવી દેવામાં આવશે.
તમને જણાવી દઇએ કે આ એવ એવુ ફિચર છે જેને ગુગલ મેપ્સ Waze એપમાંથી લાવી રહી છે. કંપનીએ વર્ષ 2013 માં તેને અધિકૃત કરી હતી. Waze એપ તમને ટોલ પ્લાઝાની જાણકારી આપે છે. એપે ત્રણ વર્ષ પહેલા જ ટેક્સની સંપૂર્ણ જાણકારી આપવાની શરૂ કરી દીધી હતી. Waze મેપિંગ ફિચર હાલમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચીલી, કોલંબિયા, ડોમેનિકન રિપબ્લીક, ઇઝરાયલ, લાટવિયા, ન્યૂઝીલેન્ડ, પેરુ, પોલેન્ડ, સ્પેન, અમેરીકા અને બાકીના દેશોમાં જોવા મળે છે.
જોકે કંપનીએ હજી એ નથી જણાવ્યુ કે ગુગલ આ ફિચરને ક્યારે લોન્ચ કરશે અને ફિચર ફક્ત અમેરીકાના યૂઝર્સ માટે હશે કે ભારતના યૂઝર્સ માટે પણ હશે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –