Google Maps એ શોધી કાઢ્યો મોસ્ટ વોન્ટેડ ક્રિમીનલ, 20 વર્ષથી શોધી રહી હતી પોલીસ

|

Jan 11, 2022 | 6:23 PM

ગિયાચીનો ગેમિનો નામનો ગુનેગાર ઇટાલીની એક કુખ્યાત માફિયા ગેંગનો બોસ હતો, જેને ઇટાલીની પોલીસ લગભગ બે દાયકાથી શોધી રહી હતી.

Google Maps એ શોધી કાઢ્યો મોસ્ટ વોન્ટેડ ક્રિમીનલ, 20 વર્ષથી શોધી રહી હતી પોલીસ
Google Maps helps capturing Mafia Fugitive Gioacchino Gammino in Spain

Follow us on

એક સમય હતો જ્યારે મોસ્ટ વોન્ટેડ (Most Wanted Criminals) ગુનેગારોને શોધવા અને પકડવા એ રેતીના ઢગલામાંથી સોય શોધવા બરાબર હતું, પરંતુ હવે ટેક્નોલોજી એટલી મજબૂત થઈ ગઈ છે કે આ કામ ખૂબ જ સરળ થઈ ગયું છે. ખાસ કરીને ગૂગલ મેપ્સે (Google Maps) બધું જ સરળ બનાવી દીધું છે. પોલીસ માટે પણ તે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. તાજેતરમાં, ગૂગલ મેપ્સનો જબરદસ્ત ફાયદો જોવા મળ્યો છે.

વાસ્તવમાં, ગૂગલ મેપ્સને ઇટાલીનો એક મોસ્ટ વોન્ટેડ ગુનેગાર મળ્યો છે, જે લગભગ 20 વર્ષથી પોલીસની આંખમાં ધૂળ ઝોંકી રહ્યો હતો. રિપોર્ટ અનુસાર, ગિયાચિનો ગેમિનો નામનો ગુનેગાર ઈટાલીની એક કુખ્યાત માફિયા ગેંગનો બોસ હતો, જેને ઈટાલીની પોલીસ લગભગ બે દાયકાથી શોધી રહી હતી. પોલીસે હત્યાના કેસમાં તેની ધરપકડ કરી હતી, ત્યારબાદ તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

ગિયાચિનો ગેમિનોને રોમની જેલમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ 2002 માં તે કોઈક રીતે જેલમાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. ત્યારથી તે પોલીસને ચકમો આપી રહ્યો હતો. તે પોતાની ઓળખ બદલીને ઈટાલીથી સ્પેન ભાગી ગયો હતો અને ત્યાં સામાન્ય જીવન જીવી રહ્યો હતો.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2014માં આ મોસ્ટ વોન્ટેડ અપરાધી વિરુદ્ધ યુરોપિયન ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારથી પોલીસે તેની શોધખોળ તેજ કરી હતી. કોઈક રીતે પોલીસને ખબર પડી ગઈ હતી કે તે સ્પેનમાં ક્યાંક છુપાયેલો છે, પરંતુ તેને શોધવો મુશ્કેલ થઈ રહ્યો હતો. ગૂગલ મેપ્સે તેમાં મદદ કરી. નકશાના સ્ક્રીનશોટમાં, આ ખતરનાક ગુનેગાર દુકાન પર ફળો અને શાકભાજી ખરીદતો જોવા મળ્યો હતો, ત્યારબાદ પોલીસને તેનું ઠેકાણું મળ્યું અને તેઓએ તેને પકડી લીધો.

અહેવાલો અનુસાર, ગુનેગારે જણાવ્યું કે પોલીસના ડરને કારણે તેણે છેલ્લા 10 વર્ષથી તેના પરિવાર કે સંબંધીઓ સાથે વાત પણ કરી ન હતી. તે પોતાનું નામ બદલીને સ્પેનની એક રેસ્ટોરન્ટમાં શેફ તરીકે કામ કરતો હતો. રેસ્ટોરન્ટની વેબસાઈટ પર તેની તસવીર પણ હાજર હતી. જેલમાંથી નાસી છૂટ્યાને ઘણો સમય થઈ ગયો હોવાથી તેની ઓળખ કરવી મુશ્કેલ હતી, પરંતુ પોલીસે તેના ચહેરા પરના નિશાનથી તેની ઓળખ કરી હતી.

 

આ પણ વાંચો –

Google Map Tricks: ગૂગલ મેપથી તમે કંટ્રોલ કરી શકો છો મ્યૂઝિક અને કેલેન્ડર, જાણો બીજા પણ ઉપયોગ

આ પણ વાંચો –

UPI Server Down : ટેક્નીકલ ક્ષતિના કારણે એક કલાક બંધ રહ્યુ સર્વર, જાણો વિગત

Next Article