
કંપનીએ WhatsAppની જેમ Google Mapsમાં રિયલ ટાઈમ લોકેશન શેર કરવાનું ફીચર ઉમેર્યું છે. હવે તમારે મિત્રો કે પરિવાર સાથે મુસાફરી કરતી વખતે અન્ય એપ્સ સાથે લાઈવ લોકેશન શેર કરવાની જરૂર નથી. આ કામ તમે Google Maps દ્વારા કોઈપણ સમય સુધી સરળતાથી કરી શકો છો. આમાં તમને લોકેશન શેર કરતી વખતે સમય સેટ કરવાનો વિકલ્પ પણ મળે છે. સમય મર્યાદા પૂરી થયા પછી સ્થાન શેરિંગ આપમેળે પુરૂ થાય છે.
અહીં જાણો કે તમારા નજીકના મિત્રો કે પરિવારના સભ્યો સાથે લાઈવ લોકેશન આ રીતે કરો શેર
વોટ્સએપ અથવા ટેલિગ્રામથી વિપરીત, જ્યાં યુઝર્સ એપમાં જ તેમનું લોકેશન શેર કરી શકે છે, ગૂગલ મેપ્સ તમને તમારું લોકેશન અન્ય એપ્સને પણ મોકલવા દે છે. વધુમાં ‘લોકેશન હિસ્ટ્રી’ બંધ હોય ત્યારે પણ લાઈવ લોકેશન-શેરિંગ ફીચર કામ કરે છે.
કંપની વોટ્સએપમાં પણ આવી જ સુવિધા આપે છે જ્યાં તમે તમારું લાઇવ લોકેશન શેર કરી શકો છો. જો કે, અહીં તમને ફક્ત 8 કલાકનો વિકલ્પ મળે છે. આ પછી શેરિંગ આપમેળે બંધ થઈ જાય છે. પરંતુ ગૂગલ મેપ્સમાં આવું નથી. અહીં તમે ઈચ્છો ત્યાં સુધી લોકો સાથે જોડાયેલા રહી શકો છો.
ગૂગલ મેપ્સ મોટાભાગના એન્ડ્રોઇડ ડિવાઈસ પર પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલું આવે છે અને ઘણા iOS યુઝર્સ માટે પણ સિલેક્શનનો વિકલ્પ છે.
ગૂગલનું કહેવું છે કે આ ફીચર ભારતમાં 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઉપલબ્ધ નહીં હોય. વધુમાં તે Google Workspace ડોમેન એકાઉન્ટ સાથે કામ કરશે નહીં અને Google Maps Go પર ઉપલબ્ધ નથી.