શું તમે GMAILનો ઉપયોગ કરો છો? તો જાણી લો આ ત્રણ નવા ફિચર્સ, જે બનાવશે તમારૂં કામ સરળ

|

Feb 05, 2019 | 11:09 AM

GOOGLE તેની પ્રોડક્ટ્સ પર ખુબ ધ્યાન આપે છે અને વપરાશકર્તાઓના અનુભવને પહેલાથી સારો કરવા માટે સતત પ્રયત્ન કરતા રહે છે. ગૂગલ તેના G-mailના ઈનબોકસમાં લીધેલ બંડલ રીમાઇન્ડર અને પિન આઈટમ જેવા ફીચર્સનું ટેસ્ટિંગ કરી રહ્યું છે અને જલ્દી જ તેને બહાર પાડશે.અત્યારે હાલ ઈનબોકસમાં આ ફીચર્સને આવવામાં થોડીવાર લાગશે. પણ ગૂગલે તેના G-mailમાં ત્રણ નવા […]

શું તમે GMAILનો ઉપયોગ કરો છો? તો જાણી લો આ ત્રણ નવા ફિચર્સ, જે બનાવશે તમારૂં કામ સરળ

Follow us on

GOOGLE તેની પ્રોડક્ટ્સ પર ખુબ ધ્યાન આપે છે અને વપરાશકર્તાઓના અનુભવને પહેલાથી સારો કરવા માટે સતત પ્રયત્ન કરતા રહે છે.

ગૂગલ તેના G-mailના ઈનબોકસમાં લીધેલ બંડલ રીમાઇન્ડર અને પિન આઈટમ જેવા ફીચર્સનું ટેસ્ટિંગ કરી રહ્યું છે અને જલ્દી જ તેને બહાર પાડશે.અત્યારે હાલ ઈનબોકસમાં આ ફીચર્સને આવવામાં થોડીવાર લાગશે. પણ ગૂગલે તેના G-mailમાં ત્રણ નવા ફીચર્સને ઉમેરી દિધા છે અને વપરાશકર્તાઓ તેનો ઉપયોગ પણ કરી શકે છે. ગૂગલની આ ત્રણ ફીચર્સથી વપરાશકર્તાઓને તેનો ખુબ ફાયદો થવાનો છે.

TV9 Gujarati

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

આવો જોઈએ કયાં ફીચર્સ છે અને કેવી રીતે કામ કરે છે.

(UNDO/REDO)
G-mailમાં આ ફીચરના આવવાથી વપરાશકર્તાઓને ખુબ સગવડ મળવાની છે. UNDO ફીચરની મદદથી તમે ભૂલથી ડીલીટ કરેલ કોન્ટેંટને ફરીથી રીસ્ટોર કરી શકો છો. UNDO ફીચરની સાથે વપરાશકર્તાઓને REDO ફીચરની પણ જરૂર પડતી હતી. G-mail માં મેસેજ લખતી વખતે પહેલા ખાલી UNDOનો વિકલ્પ મળતો હતો, પણ ગૂગલે GMAIL મેસેજમાં REDOનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે.

(Strikethrough)
Strikethrough વપરાશકર્તાઓને વિઝ્યુઅલ ક્યુ દ્વારા એટિડ સજેશન આપવામાં આવતું હતું. ગૂગલનું માનવું છે કે આ ફિચરના કારણે વપરાશકર્તાઓને ઈ-મેઈલ લખવામાં મુશ્કેલી પડતી હતી. આ મુશ્કેલી તે વખતે વધારે પડતી હતી જ્યારે વપરાશકર્તા ભાષામાં વિજ્યુઅલી ઈન્ડિકેટ ફેરફાર કરવા માંગતા હતા.

(DOWNLOAD AS EML)
આની મદદથી હવે વપરાશકર્તા G-MAIL કોન્ટેંટની સાથે આ કલાયન્ટસ અટેચમેન્ટ ફાઈલોને પણ જોઈ શકશે. આની સાથે વપરાશકર્તાઓ આ ફંકશનની મદદથી ડાઉનલોડેડ મેસેજને તેમના ઈ-મેઈલમાં અટેચમેન્ટમાં એડ પણ કરી શકશે.

નવા કંપોઝ ર્ફોમેટીંગમાં G-MAILના કંપોઝ વિન્ડોમાં જઈ ર્ફોમેટીંગ મેનુ પર કિલક કરી. ત્યાં તમને REDO/UNDOનો વિકલ્પની સાથે Strikethroughનો વિકલ્પ દેખાશે. નવા ડાઉનલોડ ર્ફોમેટ માટે તમારે રીસીવ કરેલા મેસેજમાં જઈ જમણીબાજુ આપેલ ત્રણ ટપકાં પર કિલક કરવાનું છે. આ ટપકાં પર કિલક કરવાની સાથે તમારી સામે ડ્રોપડાઉન મેનુ ખુલી જશે. આ મેનુમાં સૌથી નીચે તમને ડાઉનલોડ મેસેજનો વિકલ્પ મળશે.

ગૂગલ G-MAILના આ નવા ફીચર દ્વારા વપરાશકર્તાઓને ઈ-મેઈલ મોકલવા અને મેળવવાના અનુભવને સારો અને સરળ કરવાનો પ્રયત્ન કર્યોં છે. ગૂગલનું માનવું છે કે આ ફીચર વપરાશકર્તોઓને પસંદ આવશે અને તેમાં કોઈ ખામી હશે તો તેને સુધારવામાં આવશે.

[yop_poll id=1101]

Published On - 11:08 am, Tue, 5 February 19

Next Article