Tik-Tok સહિત 59 ચાઈનીઝ એપ પર લાગ્યો હંમેશા માટે પ્રતિબંધ? શું કહે છે રિપોર્ટ

|

Jan 26, 2021 | 2:52 PM

Tik-Tok Ban : ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે જૂન મહિનામાં વિડિઓ એપ્લિકેશન Tik-Tok સહિત અન્ય 58 ચીની એપ્લિકેશનો પર કાયમી પ્રતિબંધ લાદવા માટે નવી નોટિસ ફટકારી છે

Tik-Tok સહિત 59 ચાઈનીઝ એપ પર લાગ્યો હંમેશા માટે પ્રતિબંધ? શું કહે છે રિપોર્ટ
Tik-Tok-ban

Follow us on

Tik-Tok Ban : ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે જૂન મહિનામાં વિડિઓ એપ્લિકેશન Tik-Tok સહિત અન્ય 58 ચીની એપ્લિકેશનો પર કાયમી પ્રતિબંધ લાદવા માટે નવી નોટિસ ફટકારી છે. એક મીડિયા સંસ્થાએ આ બાબતે થઈને મંત્રાલયનો સંપર્ક  કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કામકાજની કલાકો દરમ્યાન મુલાકાત નહીં મળતા  તેમનો સંપર્ક થયો નહીં. Tik-Tokના એક પ્રતિનિધિના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે કંપની આ નોટિસનું મૂલ્યાંકન કરી રહી છે અને તે યોગ્ય જણાશે ત્યારે તેનો જવાબ આપશે.

Tik-Tok Ban

સિક્કિમના નાકુ લા ખાતે ચીની સૈન્ય સાથેના નવા ઝઘડા વચ્ચે હવે તે પ્રકાશમાં આવ્યું છે કે નરેન્દ્ર મોદી સરકાર અત્યંત લોકપ્રિય Tik-Tok સહિત 59 ચીની એપ્સ પર કાયમી પ્રતિબંધ (ban) લાદવાની તૈયારી કરી રહી છે.

એક અહેવાલ મુજબ, સરકાર દ્વારા ગયા વર્ષે જૂન મહિનામાં પ્રતિબંધ લાદવામાં આવ્યાના મહિના પછી, Information & Technology મંત્રાલયે લોકપ્રિય વિડિઓ એપ્લિકેશન Tik-Tok અને 59 અન્ય ચીની એપ્લિકેશનો પર કાયમી પ્રતિબંધ લાદવાની નવી નોટિસ ફટકારી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Next Article