TAFCOP : શું તમને પણ શંકા છે કે તમારા નામે કોઈ બીજું પણ સીમકાર્ડનો ઉપયોગ કરી રહ્યું છે? જો હા તો આ સમગ્ર અહેવાલ તમારા માટે મહત્વનો છે. આ અહેવાલમાં અમે તમને જણાવીશું કે જેના દ્વારા તમે જાણી શકશો કે તમારા નામે કોઈ અન્ય સીમકાર્ડ ચાલે છે કે નહીં.
15 ફેબ્રુઆરીએ કેન્દ્રીય ટેલિકોમ મંત્રાલયે ટેલિકોમ્યુનિકેશંસ સંસાધનોના ઉપયોગ સાથે જોડાયેલી છેતરપિંડી પ્રવૃત્તિઓને રોકવા માટે જામતારા અને મેવાતના વિસ્તારોમાં વધી રહેલી ચિંતાઓને કારણે ટેલિકોમ સેવાઓનાં સંચાલનને બ્લોક કરવા સહિતની એક વિશેષ વ્યૂહરચના ઘડવાનો પણ નિર્દેશ આપ્યો હતો. જે અંતર્ગત ડિજિટલ ઇન્ટેલિજન્સ યુનિટ (DIU) નામની નોડલ એજન્સી બનાવવામાં આવી અને ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ અને કન્ઝ્યુમર પ્રોટેક્શન (TAFCOP ) સિસ્ટમ પણ વિકસિત કરવામાં આવી છે.
જાણો TAFCOP સિસ્ટમ વિશે
ટેલિકમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટે tafcop.dgtelecom.gov.in ડોમેનથી એક પોર્ટલ શરૂ કર્યું છે. દેશભરમાં કાર્યરત તમામ મોબાઇલ નંબરોનો ડેટાબેસ આ પોર્ટલમાં અપલોડ કરવામાં આવે છે. આ પોર્ટલ દ્વારા સ્પામ અને છેતરપિંડી પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો તમને લાગે છે કે કોઈ અન્ય તમારા નામે મોબાઇલ નંબરનો ઉપયોગ કરી રહ્યો છે, તો તમે આ વેબસાઇટ દ્વારા આ અંગે ફરિયાદ કરી શકો છો. ચાલો જાણીએ આ વેબસાઇટનો ઉપયોગ કેવી રીતે કરવો.
1)સૌ પ્રથમ, તમારા મોબાઇલ ફોન બ્રાઉઝરમાં અથવા લેપટોપ અથવા કમ્પ્યુટર પર tafcop.dgtelecom.gov.in ખોલો.
2) ત્યારબાદ તમારો 10 અંકનો મોબાઇલ નંબર દાખલ કરો. હવે તમારા નંબર પર એક ઓટીપી આવશે. દાખલ કરો અને તે ઓટીપી માન્ય કરો.
3) ઓટીપીને માન્યતા આપ્યા પછી, તમને તે બધા નંબરનું લીસ્ટ મળશે જે તમારા નામે કાર્યરત છે. તેમાંથી, તમે તમારી અનુકૂળતા પર કોઈપણ નંબરની જાણ કરી શકો છો.
4) પછી સરકાર તમારા નંબર પર ચાલતા નંબરોની તપાસ કરશે જેની તમે ફરિયાદ કરી છે.
tafcop.dgtelecom.gov.in અત્યારે અમુક ક સર્કલ માટે બહાર પાડવામાં આવી છે. ટૂંક સમયમાં તે બધા સર્કલોમાં રજૂ કરવામાં આવશે. એક આઈડી પ્રૂફ પર મહત્તમ નવ મોબાઈલ નંબર કાર્યરત રહી શકે છે, પરંતુ જો તમને આ પોર્ટલમાં કોઈ નંબર દેખાય જે તમારા નામે છે પરંતુ તમે ઉપયોગમાં નથી લેતા તો તમે તે નંબર વિશે ફરિયાદ કરી શકો છો. આ પછી સરકાર તે નંબરને બ્લોક કરશે.
Published On - 9:07 pm, Sat, 24 April 21