Farmers News : કેળાની ખેતી કરતા ખેડૂતો માટે શુભ સમાચાર, હવે એક એપ થકી મળશે તમામ જાણકારી

Farmers News : કેળાની ખેતી કરનારા ખેડૂતોની સુવિધા માટે સરકારે એક મોબાઇલ એપ લોન્ચ કરી છે. આના થકી ખેડૂતોને એક જ જગ્યા પર તમામ જાણકારી મળી જશે. જેનાથી તેમનુ કામ આસાન થઇ જશે અને ખેડૂતો ઉત્પાદન વધારી શકશે.

Farmers News : કેળાની ખેતી કરતા ખેડૂતો માટે શુભ સમાચાર, હવે એક એપ થકી મળશે તમામ જાણકારી
Banana Production
| Edited By: | Updated on: Apr 23, 2021 | 6:20 PM

Farmers News : કેળાની ખેતી કરનારા ખેડૂતોની સુવિધા માટે સરકારે એક મોબાઇલ એપ લોન્ચ કરી છે. આના થકી ખેડૂતોને એક જ જગ્યા પર તમામ જાણકારી મળી જશે. જેનાથી તેમનુ કામ આસાન થઇ જશે અને ખેડૂતો ઉત્પાદન વધારી શકશે. આ એપ અત્યારે ત્રણ ભાષાઓમાં સેવા આપે છે જરુર પડી તો આગળ તેને અન્ય ભાષાઓમાં પણ લોન્ચ કરવામાં આવશે.

એપને લૉન્ચ કરવા પાછળ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ ((ICAR) અને રાષ્ટ્રીય કેળા અનુસંધાન કેન્દ્રનો ઉદ્દેશ્ય ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનો છે. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાંસ કંપ્યૂટિંગ,હૈદરાબાદ દ્વારા બનાવવામાં આવેલી આ મોબાઇલ એપનું નામ બનાના પ્રોડક્શન ટેક્નોલોજી છે (કેળા-ઉત્પાદન પ્રોધોગિકી) આ એપ અત્યારે હિંદી , અંગ્રેજી અને તમિલ ભાષામાં છે. ખેડૂતો આ એપને ગુગલ પ્લે સ્ટોરથી પોતોના સ્માર્ટ ફોનમાં ડાઉનલોડ કરી શકે છે.

ખેડૂતોને મળશે આ જાણકારી

આ એપના માધ્યમથી ખેડૂતોને જળવાયુ સંબંધી આવશ્યક જાણકારી છોડ રોપણ સામગ્રી,જળ પ્રબંધન, પોષક તત્વ પ્રબંધન ,કેળાની ખેતી સંબંધિત અન્ય અંત ક્રિયાઓ, ફળોનું પરિપક્વ થવુ, ફળની કાપણી અને ફળોત્પાદન સહિત કેટલીક જાણકારી મળશે.

આ તમામ જાણકારી હિંદી,તમિલ અને અંગ્રેજી ભાષામાં  મોબાઇલ એપમાં જોડવામાં આવી છે. જે વિષયની તમને જાણકારી જોઇએ છે તેના પર ક્લિક કરી એ સંબંધિત ભાષા પસંદ કરી જાણકારી પ્રાપ્ત કરી શકો છો. ખેડૂતોના હિતમાં આ વિષય પર વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે.

ભારતમાં દર વર્ષે 2.75 કરોડ ટન કેળાનું ઉત્પાદન થાય છે.કેળાના ઉત્પાદન મામલે ભારતનું સ્થાન વિશ્વમાં પહેલું છે. બીજા નંબર પર ચીન છે. જ્યાં પ્રતિવર્ષ 1.2 કરોડ ટન ઉત્પાદન થાય છે. આ બાદ ફિલીપિંસનો નંબર છે. ભારત ઉત્પાદનમાં ભલે પહેલા સ્થાન પર હોય પરંતુ નિકાસમાં ઘણું પાછળ છે. ભારતમાં વપરાશ વધારે હોવાથી નિકાસ ઓછી થાય છે. દુનિયામાં સૌથી વધારે કેળાની નિકાસ ફિલીપિંસ,ઇકાડોર અને વિયતનામ કરે છે. ભારત આ મામલામાં ચોથા નંબર પર છે.

 

Published On - 6:07 pm, Fri, 23 April 21