WhatsApp પર શેર કરવામાં આવી રહી છે કાશ્મીર ફાઇલ ફિલ્મની નકલી ડાઉનલોડ લિંક, પોલીસે જાહેર કર્યું એલર્ટ

|

Mar 17, 2022 | 4:41 PM

પોલીસે સોશિયલ મીડિયા અને ધ કાશ્મીર ફાઈલ્સને 'ફ્રી એક્સેસ' ઓફર કરતી WhatsApp લિંક પર ક્લિક કરવા સામે ચેતવણી જાહેર કરી છે. એડિશનલ ડેપ્યુટી કમિશનર રણવિજય સિંહે કહ્યું કે, વોટ્સએપ મૈલવેર પર ક્લિક કરવાથી ફોન હેક થઈ શકે છે.

WhatsApp પર શેર કરવામાં આવી રહી છે કાશ્મીર ફાઇલ ફિલ્મની નકલી ડાઉનલોડ લિંક, પોલીસે જાહેર કર્યું એલર્ટ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

કાશ્મીર ફાઇલ્સ (The Kashmir Files) આ સમયે ભારતમાં લોકપ્રિય અને સૌથી વધુ ચર્ચિત ફિલ્મ બની છે. 1990ના દાયકામાં ઘાટીમાંથી કાશ્મીરી પંડિતોની હિજરત પર આધારિત આ ફિલ્મની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. તેની સાથે સાયબર ગુનેગારો પણ તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આજકાલ વોટ્સએપ પર કાશ્મીર ફાઈલ્સની ડાઉનલોડ લિંક ઝડપથી વાયરલ થઈ રહી છે. જે યુઝર્સને ફિલ્મ ફ્રીમાં ડાઉનલોડ કરવા માટે આકર્ષિત કરી રહી છે. નોઈડા પોલીસના એડિશનલ ડેપ્યુટી કમિશનર રણવિજય સિંહે મોબાઈલ યુઝર્સને વોટ્સએપ પર આ છેતરપિંડી અંગે એલર્ટ જાહેર કર્યું છે. પોલીસની માહિતી અનુસાર છેતરપિંડી સામે ચેતવણી આપી છે જેમાં ફિલ્મ, કાશ્મીર ફાઇલ્સ (Kashmir Files Download Link) ડાઉનલોડ કરવા માટે મેલિશિયસ લિંક્સ શામેલ છે.

પોલીસે સોશિયલ મીડિયા અને ધ કાશ્મીર ફાઈલ્સને ‘ફ્રી એક્સેસ’ ઓફર કરતી WhatsApp લિંક પર ક્લિક કરવા સામે ચેતવણી આપી છે. નોઈડાના એડિશનલ ડેપ્યુટી કમિશનર રણવિજય સિંહે કહ્યું કે, WhatsApp મૈલવેર પર ક્લિક કરવાથી ફોન અને નંબરો સાથે જોડાયેલા બેંક એકાઉન્ટ હેક થઈ શકે છે. પોલીસે છેતરપિંડી સંબંધિત કેટલીક ફરિયાદો નોંધી છે, જેમાં વપરાશકર્તાઓએ ફિલ્મ, ધ કાશ્મીર ફાઇલ્સની અમુક ડાઉનલોડ લિંક્સ પર ક્લિક કર્યું હતું, કારણ કે તેઓ WhatsApp પરના વિશ્વસનીય સંપર્કોમાંથી પ્રાપ્ત થયા હતા. પરંતુ જેમ જેમ તેઓએ આ લિંક્સ ખોલી, હેકર્સને દેખીતી રીતે વપરાશકર્તાઓની ફોન વિગતોની ઍક્સેસ મળી અને તેઓ બેંક એકાઉન્ટ નંબર જેવી ખાનગી વિગતોની ચોરી કરવામાં સક્ષમ હતા.

કાશ્મીર ફાઇલ્સથી થઈ રહી છે વોટ્સએપ પર છેતરપિંડી

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ફિલ્મ તાજેતરમાં રીલિઝ થઈ છે અને તેણે ઘણી લોકપ્રિયતા મેળવી છે. આનો ફાયદો ઉઠાવીને સાયબર ઠગ લોકોએ વોટ્સએપ પર ફ્રીમાં ફિલ્મ ડાઉનલોડ કરવા માટે લીંક મોકલવાનું શરૂ કરી દીધું છે. એકવાર વપરાશકર્તા લિંક પર ક્લિક કરે છે, તે હેકર્સને વપરાશકર્તાઓના ફોન પરની માહિતીની ઍક્સેસ આપે છે અને બેંક ખાતાની માહિતી સહિતની ખાનગી વિગતો સરળતાથી ચોરી કરે છે.

Jyotish Shastra : વર્ષની છેલ્લી પૂર્ણિમા પર આ 4 રાશિના લોકો થશે ધનવાન!
રેખા પાછળ લટ્ટુ થઈને ફરતા હતા આ સ્ટાર્સ, લિસ્ટ જોઈ ચોંકી જશો
અંબાણી પરિવારની Radhika Merchant નું આ લિસ્ટમાં આવ્યું નામ
ભારતના 100 રૂપિયા થાઈલેન્ડમાં કેટલા થઈ જાય ?
વિશ્વમાં ગુજરાતનું આ પ્રથમ શહેર જ્યાં માંસાહારી ખાવા અને વેચવા પર છે પ્રતિબંધ
શાહરૂખ ખાન અને જુહીની 7 સુપરહિટ ફિલ્મો, 5મી ફિલ્મ તો કમાલ

હેકર્સ દ્વારા ઘણી નકલી લિંક્સ જનરેટ કરવામાં આવી છે જે હવે WhatsApp પર ફરતી થઈ રહી છે. લિંકમાં, કાશ્મીર ફાઇલ્સ મૂવીને ઉચ્ચ ગુણવત્તામાં મફતમાં ડાઉનલોડ કરવાનું કહેવામાં આવ્યું છે. યુઝર્સ તેમના ફોનના બ્રાઉઝર પર લિંક ઓપન કરતાની સાથે જ હેકર્સ ફોનમાં મૈલવેર એક્ટિવેટ કરી દે છે. માહિતી અનુસાર, 24 કલાકની અંદર ઓછામાં ઓછા ત્રણ યુઝર્સે માત્ર એક પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમને કુલ રૂ. 30 લાખનું નુકસાન થયું હતું.

આ પણ વાંચો: Bihar Board 12th Result 2022: બિહાર બોર્ડે બનાવ્યો રેકોર્ડ, પ્રથમ વખત 19 દિવસમાં જાહેર કર્યુ પરિણામ

આ પણ વાંચો: Corona Virus: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,539 કેસ, 60 દર્દીઓના મોત, એક્ટિવ કેસની સંખ્યા 30 હજારથી વધુ

Next Article