Elon Muskનો દાવો, આ વર્ષના અંત સુધીમાં માનવ મસ્તિષ્કમાં લગાવી શકાશે કોમ્પ્યુટર ચિપ

|

Feb 04, 2021 | 12:32 PM

Elon Muskએ કહ્યું કે Neuralink ઘણી મહેનતથી કામ કરી રહ્યું છે. અગર જો બધુ જ બરાબર જશે તો આ વર્ષના અંતમાં જ અમે Human Trial (માનવ પરીક્ષણ) શરૂ કરીશું.

Elon Muskનો દાવો, આ વર્ષના અંત સુધીમાં માનવ મસ્તિષ્કમાં લગાવી શકાશે કોમ્પ્યુટર ચિપ
Neuralink Elon Musk

Follow us on

ટેસ્લા અને સ્પેસ એક્સ જેવી કંપનીઓના માલિક Elon Muskએ કહ્યું છે કે તેમની કંપની Nueralink આ વર્ષના અંત સુધીમાં માનવ પરીક્ષણો શરૂ કરશે. એટલે કે, ટૂંક સમયમાં એલોન મસ્કની કંપની એક એવી કોમ્પ્યુટર ચિપ બનાવશે જે માનવીના મગજમાં ફિટ કરી દેવામાં આવશે.

Elon Musk Nueralink

આપને જણાવી દઈએ કે આ ચિપ ને કોમ્યુટર સાથે જોડી દેવામાં આવશે. આ ચીપની જાણકારી એલન મસ્કે એક યુઝરના ટ્વિટના રિસ્પોન્સમાં આપી હતી. એક યુઝરે કહ્યું હતું કે પોતે એક અકસ્માત બાદ વર્ષોથી પેરેલાઇઝ્ડ છે અને કોઈ પણ ક્લિનિકલ પરીક્ષણ માટે પોતાની તૈયારી દર્શાવી હતી.

આના જવાબમાં એલન મસ્કે કહ્યું કે ન્યુરાલિંક ઘણી મહેનતથી કામ કરી રહ્યું છે. અગર જો બધુ જ બરાબર જશે તો આ વર્ષના અંતમાં જ અમે Human Trial (માનવ પરીક્ષણ) શરૂ કરીશું. એલેન મસ્કની આ પ્રોજેક્ટ સાલ 20126 માં લોન્ચ થયો હતો અને માસ્કે 2019 માં પણ આ બાબતમાં નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે 2020 ના અંત સુધીમાં માનવો ઉપર પરીક્ષણ શરૂ કરી દેશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

તાજેતરમાં જ મસ્કે જાણકારી આપી હતી કે Nueralink  ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એક વાંદરાનાં મગજમાં ચિપ ફિટ કરી હતી. મસ્કના મત પ્રમાણે વાયરલેસ ચીપની મદદથી જ વાંદરો વિડીયો ગેમ રમતો થઈ ગયો હતો. તેઓએ અન્ય પ્રાણીઓ પર પણ પરીક્ષણો કર્યા હતા. ગયા વર્ષે એક ભૂંડના મગજમાં ચિપ લગાવી હતી.
મસ્કે પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે આ ચિપના કારણે લકવા જેવા રોગમાં ઘણી મદદ મળી શકશે. સાથે સાથે માનવજાતની ટેલિપથીની શક્તિઓ પણ મળી શકે છે. થોડા સમય પેહલા જ ન્યુરાલિંકમાં નોકરી વિષયક જાહેરાતની પોસ્ટ પણ મૂકી હતી

Next Article