180 વર્ષ જીવવાની ઈચ્છા પૂરી કરવા માટે અબજોપતિના પ્રયાસ, સર્જરી પાછળ કર્યા કરોડો રૂપિયા ખર્ચ

અમેરિકન બિઝનેશમેન 180 વર્ષ સુધી જીવવાનો પ્લાન કરી રહ્યા છે. એના માટે તે પોતાની બોડી પર કરોડો રૂપિયા ખર્ચો કરી રહ્યા છે.

180 વર્ષ જીવવાની ઈચ્છા પૂરી કરવા માટે અબજોપતિના પ્રયાસ, સર્જરી પાછળ કર્યા કરોડો રૂપિયા ખર્ચ
લાંબા જીવન જીવવાની ઈચ્છા
| Edited By: | Updated on: Feb 07, 2021 | 7:59 PM

કહેવાય છે કે ઘણા શોખ પૈસાથી વધુ હોય છે. અને એમ પણ કહેવાય છે કે પૈસા હોય તો કંઈ પણ થઇ શકે છે. આવું જ કંઈક અમેરિકામાં જોવા મળ્યું છે. અમેરિકન બિઝનેશમેન 180 વર્ષ સુધી જીવવાનો પ્લાન કરી રહ્યા છે. એના માટે તે પોતાની બોડી પર કરોડો રૂપિયા ખર્ચો કરી રહ્યા છે. સાથે જ ડેવે એં પણ કહ્યું છે કે જલ્દીથી જ આ ટેકનોલોજી મોબાઈલની જેમ યુઝમાં આવશે.

180 વરસી જીવવાની ઈચ્છા

અમેરિકન ઉદ્યોગપતિ અને ન્યુ યોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક ડેવ એસ્પ્રેએ તેના શરીરના અસ્થિ મજ્જામાંથી સ્ટેમ સેલ કઢાવીને એણે ફરીથી ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે. શરીરની જૈવિક ઘડિયાળને પલટવાનું કારણ છે 180 વર્ષ સુધી જીવવાની ઇચ્છા છે. આ મેથડને તેણે બાયોહેકિંગ નામ આપ્યું હતું. 47 વર્ષના ડેવ 2153 સુધી જીવવા માંગે છે. આ માટે તે કોલ્ડ ક્રિઓથેરાપી ચેમ્બર અને ખાસ ઉપવાસની પદ્ધતિ પણ અપનાવી રહ્યા છે. ડેવએ આ પ્રકારની તકનીકો પર અત્યાર સુધીમાં 7.4 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. જેથી શરીરની આખી સિસ્ટમ સુધારી શકે.

Dev Asprey

શરીરમાં અન્ય વ્યક્તિ કરતા વધુ સ્ટેમ સેલ્સ
ડેવનું માનવું છે કે જો તે 40 વર્ષથી ઓછી ઉમરના લોકો આ ટેકનીક અપનાવીલે તો તે 100 વર્ષે પણ ખુશ અને એકદમ સક્રિય રહી શકે છે. સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ્સ વિશે ડેવએ કહ્યું કે ‘જ્યારે આપણે નાના હોઈએ છીએ, ત્યારે શરીરમાં કરોડો સ્ટેમ સેલ હોય છે. જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ સ્ટેમ સેલ્સ મૃત્યુ પામે છે. તેથી જ હું ઉપવાસ અપનાવું છું. જ્યારે શરીર ખોરાક પચાવવાનું કામ નથી કરતુ .ત્યારે તે પોતાનું સમારકામ કરે છે.” તેમણે કહ્યું કે પૃથ્વી પરની અન્ય વ્યક્તિની તુલનામાં તેના શરીરમાં કદાચ સૌથી વધુ સ્ટેમ સેલ્સ છે. તેમણે યુ.એસ. માં બુલેટપ્રૂફ કોફી પણ લોન્ચ કરી. આ એમસીટી તેલ અને માખણમાંથી બનાવવામાં આવે છે. સવારે તેને પીવાથી વજન ઓછું થાય છે.