કોઈ વ્યક્તિનો ડીપફેક વીડિયો બનાવશો તો થશે મોટો દંડ, આટલા વર્ષની થશે સજા

રશ્મિકા મંદાનાના કેસને જોતા હવે સરકાર ડીપફેક સાથે જોયેલા કેસ પર વધુ સખ્ત કાર્યવાહી કરી શકે છે. ચાલો જાણીએ કે આઈટી એક્ટ હેઠળ આ કેસમાં કેટલા વર્ષની કાર્યવાહી થઈ શકે છે. અને કઈ સજા અને દંડ થઈ શકે છે.

કોઈ વ્યક્તિનો ડીપફેક વીડિયો બનાવશો તો થશે મોટો દંડ, આટલા વર્ષની થશે સજા
Deepfake video News
| Updated on: Nov 06, 2023 | 9:01 PM

અભિનેત્રી રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયોને કારણે સોશિયલ મીડિયા પર ધમાલ મચી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ દ્વારા બનેલા આ ફેક વીડિયોને કારણે ડીપફેક ટેકનોલોજી પર લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. સમાજમાં આવા પ્રાઈવેસીમાં દખલ દેતા વીડિયોને કારણે ખુબ ખરાબ પ્રભાવ પડી રહ્યો છે. ચૂંટણીના સમયમાં આવા ડીપફેક ટેક્નોલોજીનો ખોટી રીતે ઉપયોગ થઈ શકે છે.

ભારતમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 2000 હેઠળ ડીપફેક સંબંધિત કેસની તપાસ કરવામાં આવે છે. દેશના નાગરિકોની પ્રાઈવેસીની સુરક્ષા માટે આ એક્ટમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે. રશ્મિકા મંદાનાના કેસને જોતા હવે સરકાર ડીપફેક સાથે જોયેલા કેસ પર વધુ સખ્ત કાર્યવાહી કરી શકે છે. ચાલો જાણીએ કે આઈટી એક્ટ હેઠળ આ કેસમાં કેટલા વર્ષની કાર્યવાહી થઈ શકે છે. અને કઈ સજા અને દંડ થઈ શકે છે.

આ પણ વાંચો :  તમારા મોબાઈલનો ડેટા ઝડપથી સમાપ્ત થાય છે તો અપનાવો આ ટીપ્સ

 

આઇટી એક્ટ, 2000 (સેક. 66C): 3 વર્ષની જેલ

આઈટી એક્ટ અને ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી) એઆઈ જનરેટેડ ડીપ ફેકના મુદ્દા સાથે વ્યવહાર કરી શકે છે. આઈટી એક્ટની કલમ 66C ઓળખની ચોરીની જોગવાઈ કરે છે. જો કોઈ વ્યક્તિ છેતરપિંડી અથવા અપ્રમાણિક રીતે ઈલેક્ટ્રોનિક સિગ્નેચર, પાસવર્ડ અથવા અન્ય કોઈ વ્યક્તિની અન્ય વિશિષ્ટ ઓળખનો ઉપયોગ કરે છે, તો તેને 1 લાખ રૂપિયાનો દંડ ચૂકવવો પડી શકે છે.

આઈટી એક્ટ, 2000 (સેક. 66E): દંડ અને જેલ

કલમ 66E ગોપનીયતા સંબંધિત બાબતો સાથે વ્યવહાર કરે છે. જો કોઈ વ્યક્તિ ઈરાદાપૂર્વક કોઈ વ્યક્તિની ગોપનીયતાનું ઉલ્લંઘન કરે છે અને તેની સંમતિ વિના તેના ખાનગી તસવીરો કેપ્ચર, પ્રકાશિત અથવા શેયર કરે છે. તો 3 વર્ષની જેલ અને 2 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. આ કલમ હેઠળ, દોષિતની જેલની સજા 3 વર્ષ સુધી લંબાવી શકાય છે, અને તેને 2 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા થઈ શકે છે. AI દ્વારા કોઈનો નકલી વીડિયો બનાવીને તમે કાનૂની મુશ્કેલીમાં ફસાઈ શકો છો.

આઈટી એક્ટ, 2000 (સેક. 67): અશ્લીલ કન્ટેન્ટ ફેલાવવા બદલ સજા

કલમ 67 હેઠળ ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં અશ્લીલ કન્ટેન્ટ પ્રકાશિત કરવા અથવા તેને વાયરલ કરવા બદલ સજાની જોગવાઈ છે. જો કોઈ વ્યક્તિ અશ્લીલ અથવા લૈંગિકતાને પ્રોત્સાહન આપતી સામગ્રી બનાવે છે અથવા પ્રકાશિત કરે છે, તો પ્રથમ વખત, વ્યક્તિને 3 વર્ષની જેલ અને 5 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. જો આ જ ગુનો બીજી વખત કરવામાં આવે તો જેલની સજા વધારીને 5 વર્ષ થઈ શકે છે અને દંડની રકમ પણ 10 લાખ રૂપિયા સુધી વધી શકે છે.

 

આ પણ વાંચો : ફેક ઈ-ચલણના નામે લોકો સાથે થઈ રહી છે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ અને કઈ બાબતોનું રાખવું ધ્યાન

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:58 pm, Mon, 6 November 23

Follow Us