ચીટર ચીનનું નવું કારનામું, Royal Enfield Himalayan ને કોપી કરીને બનાવ્યું આ બાઈક

|

Mar 21, 2021 | 4:17 PM

ચીટર ચીને ફરી એક વાર તેની ચીટીંગનો નમુનો રજુ કર્યો છે. આ વખતે રોયલ એનફિલ્ડની પ્રખ્યાત એડવેન્ચર ટુરર બાઇક Himalayanની એક નકલ ચીનના બજારમાં રજૂ થઇ છે

ચીટર ચીનનું નવું કારનામું, Royal Enfield Himalayan ને કોપી કરીને બનાવ્યું આ બાઈક
Hanway G30

Follow us on

ચીનનું ઓટોમોબાઈલ માર્કેટ વિશ્વભરના મોંઘા અને અદ્યતન ટેકનોલોજી વાહનોના કોપી મોડેલ્સથી ભરેલું છે. કોપી કરતા ચીનમાં તમને Ducati થી માંડીને Lamborghiniનું ડુપ્લીકેટ કાર અને બાઈક્સ મળી જશે. આ વખતે રોયલ એનફિલ્ડની પ્રખ્યાત એડવેન્ચર ટુરર બાઇક Himalayanની એક નકલ ચીનના બજારમાં રજૂ કરી છે. ચીનમાં આ બાઇકનું નામ Hanway G30 રાખવામાં આવ્યું છે.

આ બાઇક દેખાવમાં ભારતીય બજારમાં હાજર રોયલ એનફિલ્ડની હિમાલયન જેવી જ લાગે છે. જોકે એન્જિનની દ્રષ્ટિએ તે ઓછી શક્તિશાળી છે. જોકે તેમાં કેટલીક નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે. આ બાઇકમાં 250 સીસી ક્ષમતાવાળા સિંગલ સિલિન્ડર એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે 26bhp ના પાવર અને 22Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ બાઇકમાં એલઇડી લાઇટ્સની સાથે સંપૂર્ણ ડિજિટલ સ્ક્રીન અને અપ સાઈડ ડાઉન ફોર્ક સસ્પેન્શન આપવામાં આવ્યું છે.

વિશેષ સુવિધાઓ સાથે કિંમત ઓછી

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Hanway G30 માં કેટલીક અન્ય સુવિધાઓ આપવામાં આવી છે જેમ કે TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, LED ડે ટાઇમ રનિંગ લાઇટ્સ. જણાવી દઈએ કે, રોયલ એનફિલ્ડ હિમાલયનમાં પણ આ સુવિધાઓ આપવામાં આવી નથી. તેની કિંમત આશરે 1.92 લાખ રૂપિયા છે, તેને ભારતીય બજારમાં રહેલ હિમાલયન કરતાં ઘણી સસ્તી બાઈક કહેવામાં આવી રહી છે. અહીં હિમાલયનની કિંમત 2.01 લાખથી 2.08 લાખ રૂપિયા સુધીની છે.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બાઇક પ્રતિ લિટર 32.2 કિલોમીટર સુધીની માઇલેજ આપે છે અને તેની ટોપ સ્પીડ પ્રતિ કલાક 128 કિલોમીટર છે. તેમાં આગળના ભાગમાં 19 ઇંચનું વ્હીલ છે અને પાછળના ભાગમાં 17 ઇંચનું સ્પોક વ્હીલ છે. આ સિવાય ડ્યુઅલ પર્પઝ ટાયરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે મોટાભાગના પ્રીમિયમ બાઇકોમાં જ જોવા મળે છે. તેમાં આગળની બાજુ 280 mmની ડિસ્ક અને પાછળના પૈડામાં 240 mmની ડિસ્ક બ્રેક છે. તેનું 185 mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ તેને વધુ વિશેષ બનાવે છે.

Hanway G30 માં કંપનીએ ટ્વીન પોડ LCD કન્સોલની સાથે 5 વોલ્ટ અને 2 એમ્પીયરનું ચાર્જિંગ પોર્ટ પણ પ્રદાન કર્યું છે. તેમાં 19-લિટરની ટાંકી શામેલ છે. જે લાંબા ડ્રાઇવ્સ માટે વધુ સારી છે. ડ્યુઅલ ચેનલ એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમથી સજ્જ આ બાઇક સુવિધાઓની દ્રષ્ટિએ રોયલ એનફિલ્ડ કરતાં વધુ અપડેટ છે, પરંતુ તેના પરફોર્મન્સ વિષે કંઈ કહી શકાય નહીં. ચાઈના કોપી કરવામાં અને હલકો ક્વોલીટીની વસ્તુ બનાવવામાં માહેર છે. આમ પણ આપણા ત્યાં એક કહેવત પણ ફેમશ છે “ચલે તો ચાંદ તક, નહીં તો રાત તક.”

Next Article