રાજ્યમાં હવે રહેણાંક સોસાયટીઓમાં CCTV કેમેરા ફરજિયાત, ગુનાખોરી ડામવામાં મદદરૂપ થશે આ ત્રીજી આંખ

|

Nov 09, 2021 | 9:01 AM

CCTV Camera Policy : રાજ્યમાં રહેણાંક સોસાયટી માટે CCTV કેમેરા પોલિસી અમલી બનશે . આ માટે ગૃહ વિભાગના પ્રપોઝલને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. રહેણાંક સોસાયટીમાં હવે સરકારી ધારા-ધોરણો પ્રમાણે CCTV કેમેરા લગાવવા પડશે.

રાજ્યમાં હવે રહેણાંક સોસાયટીઓમાં CCTV કેમેરા ફરજિયાત, ગુનાખોરી ડામવામાં મદદરૂપ થશે આ ત્રીજી આંખ
CCTV cameras made mandatory in residential societies in Gujarat under CCTV Camera Policy

Follow us on

GANDHINAGAR : રાજ્યમાં એક બાજુ હત્યા સહીતના ગુનાઓ વધી રહ્યાં છે, તો બીજી બાજુ આવા ગુનાઓ આચરનારાઓને ઝડપથી પકડી સજા આપી શકાય તેમજ આવા ગુનાઓ બનતા અટકી શકે તે માટે સરકારે હવે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. રાજ્યના મહાનગરોમાં પોલીસના વિશ્વાસ પ્રોજેક્ટ બાદ હવે આ દિશામાં સરકારે વધુ એક પગલું લીધું છે. રાજ્યમાં હવે રહેણાંક સોસાયટીઓમાં CCTV કેમેરા ફરજિયાત કરવામાં આવ્યાં છે. રાજ્યના ગૃહવિભાગે રાજ્ય સમક્ષ CCTV કેમેરા પોલીસી રજૂ કરી હતી, જેને સરકારે મંજુરી આપી છે.

રાજ્યમાં CCTV કેમેરા પોલીસી અમલી બનશે
રાજ્યમાં રહેણાંક સોસાયટી માટે CCTV કેમેરા પોલિસી અમલી બનશે . આ માટે ગૃહ વિભાગના પ્રપોઝલને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. રહેણાંક સોસાયટીમાં હવે સરકારી ધારા-ધોરણો પ્રમાણે CCTV કેમેરા લગાવવા પડશે. રહેણાંક સોસાયટીમાં CCTV કેમેરા લગાવવા સરકાર ખાસ નિયમો બનાવશે. પોલિસી અંતર્ગત ઝોન પ્રમાણે સોસાયટીની વહેંચણી કરવામાં આવશે. રહેણાંક સોસાયટીને અલગ-અલગ 4 ઝોનમાં વહેંચવમ આવશે. સોસાયટીમાં CCTV કેમેરા લગાવવાની મંજૂરી આપવા કમિટી બનશે. કમિટીની અંદર જે-તે પોલીસ મથક તથા વહીવટીય અધિકારીનો સમાવેશ કરવામાં આવશે. કમિટીની મંજૂરી લીધા બાદ જ રહેણાંક સોસાયટીમાં CCTV કેમેરા લગાવાશે.

CCTV કેમેરાનો ખર્ચ કોણ ભોગવશે?
રાજ્યમાં હાલ મહાનગરો સહીત નાના શહેરોમાં પણ વિવિધ કો-ઓપરેટીવ સોસાયટી અને ફ્લેટમાં પહેલેથી જ સુરક્ષાને ધ્યાને રાખીને સ્વ-ખર્ચે CCTV કેમેરા લગાવાયા છે. ત્યારે હવે રાજ્યમાં CCTV કેમેરા પોલીસી અમલી બનતા આ CCTV લગાવવાનો ખર્ચ કોના માથે આવશે એ એક પ્રશ્ન છે. સામાન્ય રીતે સોસાયટીઓના સભ્યોએ જ ભાગીદારી દ્વારા આ ખર્ચ વહન કરવો પડશે. જો એ સરકારે આ અંગે હજી કોઈ જાહેરાત કરી નથી. બની શકે કે સરકાર આમાં કોઈ રાહત આપી શકે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ગુનાખોરી ડામવા, ગુનાઓ ઉકેલવા મદદરૂપ થશે CCTV
રાજ્યમાં હવે CCTV ફરજિયાત કરવામાં આવ્યા છે ત્યારે હવે સ્થાનિક વિસ્તારોમાં પણ બનતી નાની મોટી ઘટનાઓને રોકવા, ગુનેગારોમાં ભય પેદા કરવા અને ગુના બને તો તેના ઝડપી ઉકેલ માટે રાજ્ય સરકારે કમરકસી છે. છેલ્લા કેટલાક સમયથી રહેણાના વિસ્તારોમાં ચોરી, લૂંટ, ઘરફોડ ઉપરાંત હત્યા સહિતની ઘટનાઓ વધી રહી છે

અને ઉકેલ માટે સ્થાનિક પોલીસને આજુબાજુના મકાનો કે બંગલાઓમાં કે રસ્તાઓ ઉપર મૂકાયેલા CCTV કેમેરા જ સહાયક સાબિત થઈ રહ્યાં છે . આવા સંજોગોમાં રાજ્ય સરકારે હવે રહેણાક વિસ્તારમાં CCTV ફરજ્યિાત બનાવવા નવી CCTV પોલિસી અમલી બનાવી છે.

આ પણ વાંચો : ખેડૂતોની લાભ પાંચમ : રાજ્યમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, 140 APMC કેન્દ્રો પર તૈયારીઓ પૂર્ણ

Next Article