મોબાઈલ યુઝર્સ માટે મોટા સમાચાર, Sim Card “પોર્ટ” કરવાને લઈને આજથી લાગુ થયો આ નિયમ

|

Jul 01, 2024 | 11:49 AM

જો તમે મોબાઈલનો ઉપયોગ કરો છો તો તમારા માટે ઉપયોગી સમાચાર છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સિમ કાર્ડના નિયમોમાં ફેરફાર કર્યો છે. ટ્રાઈ દ્વારા મોબાઈલ નંબર પોર્ટ કરવાના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. બદલાયેલા નિયમો 1 જુલાઈથી દેશભરમાં લાગુ થશે.

મોબાઈલ યુઝર્સ માટે મોટા સમાચાર, Sim Card પોર્ટ કરવાને લઈને આજથી લાગુ થયો આ નિયમ
Big news for mobile users

Follow us on

મોબાઈલ નંબર પોર્ટ કરવો એટલે તમે એક ટેલિકોમ કંપનીથી ખુશ ન હોવ અને બીજી કંપનીમાં તમારો નંબર ટ્રાન્સફર કરવા માંગ તા હોવ. નંબર પોર્ટ કરવો હવે કોઈ બાળકોની રમત નહીં રહે, ના હવે જ્યારે ઈચ્છો ત્યારે નંબર બદલી શકશો. વાસ્તવમાં, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે TRAI એ મોબાઈલ નંબર પોર્ટ કરવા માટે એક નિયમ લાગુ કર્યો છે. આ નિયમ 1 જુલાઈ, 2024થી એટલે કે આજથી આ નિયમ દેશભરમાં લાગુ થઈ ગયો છે.

આ નિયમ મુજબ મોબાઈલ યુઝર્સને હવે પોતાનો નંબર પોર્ટ કરવા માટે ઓછામાં ઓછા 7 દિવસ રાહ જોવી પડશે. અત્યાર સુધી, યુઝર્સને તેમનો મોબાઈલ નંબર પોર્ટ કરવા માટે રાહ જોવી પડતી ન હતી. ટ્રાઈ દ્વારા આ નિયમ લાગુ કરવા પાછળનું કારણ છેતરપિંડી રોકવા માટે આપવામાં આવ્યું છે.

નવો નિયમ કેમ લાગુ કરવામાં આવ્યો?

મોબાઈલ ફોન નંબર પર આધારિત છેતરપિંડી રોકવા માટે ટ્રાઈએ નવો નિયમ લાગુ કર્યો છે. સિમ કાર્ડ સ્વેપિંગની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ટ્રાઈ દ્વારા નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.

જ્યાં છે અંબાણીનું ઘર એન્ટિલિયા ત્યાં જમીનના ભાવ શું છે? આટલામાં મળશે એક ફ્લેટ
રમ, વ્હિસ્કી, વાઇન અને બીયર... શેમાં નશો વધારે થાય ?
Travel tips : ચોમાસામાં Long Drive પર જતાં પહેલા આ વાતોનું ધ્યાન રાખો
અનંત-રાધિકાની ગરબા નાઈટની સામે આવી તસ્વીરો, થનારી વહુએ પહેરી ગુજરાતી સાડી
મહિલાઓમાં આ કારણે વધી રહ્યું છે સર્વાઇકલ કેન્સરનું જોખમ ! જાણો તેનાથી બચવાની રીત
વરસાદમાં છોડની આ રીતે રાખો કાળજી, આખુ ચોમાસુ રહેશે લીલાછમ

નવો નિયમ કેવી રીતે કામ કરશે?

TRAI એ 7 દિવસની અંદર મોબાઈલ નંબર પોર્ટ માટે રિક્વેસ્ટ રિજેક્ટ કરવાનો વિકલ્પ આપ્યો છે. આ કારણોસર, યુનિક પોર્ટિંગ કોડ એટલે કે UPC જાહેર કરવામાં વિલંબ થાય છે. નવા નિયમ હેઠળ, જો સિમ કાર્ડ સ્વેપિંગ અને સિમ બદલવાના 7 દિવસની અંદર UPC કોડ મોકલવામાં આવશે નહીં. આનો અર્થ એ છે કે હવે કોઈ તમારા સિમ કાર્ડને તાત્કાલિક રુપાંતરીત કરીને તેનો દુરુપયોગ કરી શકશે નહીં. આનો અર્થ એ છે કે કોઈ નકલી નવું સિમ આપીને તેનો દુરુપયોગ કરી શકશે નહીં.

મોબાઇલ નંબર પોર્ટિંગ શું છે?

મોબાઇલ નંબર પોર્ટેબિલિટી એટલે કે MNP એ ટેલિકોમ સેવા પ્રદાતા દ્વારા ઓફર કરવામાં આવતી સેવા છે, જે તેના વપરાશકર્તાઓને અન્ય ટેલિકોમ સેવામાં શિફ્ટ કરવાની મંજૂરી આપે છે. આ પ્રક્રિયામાં યુઝરે પોતાનો મોબાઈલ નંબર બદલવાની જરૂર નથી. જો તમે તમારા સર્વીસ પ્રોવાઈડરથી ખુશ નથી, તો તમે તમારો મોબાઈલ નંબર બીજી કંપની સાથે પોર્ટ કરી શકો છો.

Next Article