ભિક્ષાવૃતિ કરતા બાળકો હવે શીખે છે કોડિંગ, ફ્રાંસ અને અમેરિકન વિશેષજ્ઞ લે છે વર્ચ્યુઅલ ક્લાસ

|

Jan 21, 2021 | 3:44 PM

ભીખ માંગતા બાળકો હવે શીખે છે કોડિંગ, ફ્રાંસ અને અમેરિકન વિશેષજ્ઞ લ્યે છે વર્ચ્યુઅલ ક્લાસ. ફ્રાંસ અને અમેરિકાના વિશેષજ્ઞો આ ખાસ શિક્ષણની ટ્રેનિંગ આપી રહ્યા છે

ભિક્ષાવૃતિ કરતા બાળકો હવે શીખે છે કોડિંગ, ફ્રાંસ અને અમેરિકન વિશેષજ્ઞ લે છે વર્ચ્યુઅલ ક્લાસ
Children learning coding

Follow us on

કોઈ પણ બાળક પોતાના શોખથી ભીખ નથી માંગતો હોતો પણ તેને તેની હાલત આમ કરવાથી મજબૂર બનાવી દે છે. ગરીબીના આંસુઓ નીચે તેના ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ પણ ધોવાય ગયા હતા પણ આ બધાની વચ્ચે મધ્યપ્રદેશના મુરૈના જિલ્લામાં સ્થિત અભ્યુદય આશ્રમના બાળકોના જે પહેલા ભિક્ષા વૃતિ કરતાં હતા હવે કોડિંગ શીખી રહ્યા છે. જેને ફ્રાંસ અને અમેરિકાના વિશેષજ્ઞો આ ખાસ ટ્રેનિંગ આપી રહ્યા છે. આ શિક્ષણ પાછળનો હેતુ બાળકો કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાનથી લઈને કોડિંગ પણ શીખે અને ભવિષ્યમાં આત્મનિર્ભર બને તેવો છે.

પ્રતીકાત્મક તસવીર

અભ્યુદય આશ્રમ, દેહવ્યાપરમાં બદનામ થયેલા બેડીયા જાતિની મહિલાઓ અને તેના બાળકોના ઉત્થાન માટે કામ કરી રહ્યું છે. હવે આ આશ્રમ રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, ટ્રેનમાં અને બજારમાં ભીખ માંગતા બાળકોના ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે કામ કરી રહ્યું છે. આ આશ્રમે 2017થી ભીખ માંગતા બાળકોને પોતાના આશ્રમમાં પ્રવેશ આપવાનું શરૂ કર્યું હતુ ત્યારથી આ બાળકોને રહેવા જમવાની વ્યવસ્થા નિ:શુલ્ક કરી દેવામાં આવી છે. અહી રહેતા બાળકો નજીકની સરકારી સ્કૂલોમાં જઈને ઔપચારિક શિક્ષણિક પણ લ્યે છે. હાલના સમયે આવા બાળકોની સંખ્યા 25 થઈ ગઈ છે.તેઓને આશ્રમમાં જે કોમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવે છે તે એક દમ મફત આપવામાં આવે છે. આશ્રમથી જોડાયેલા દિલ્લી નિવાસી સોનું ગુપ્તા કોમ્યુનિટી ટેક્નોલોજી  સ્કિલ પ્રોગ્રામનું સંચાલન કરે છે. આ વ્યક્તિના કારણે આશ્રમના આ બાળકોને વિદેશના કોમ્પ્યુટર વિશેષજ્ઞો સાથે ભણવાનો અવસર મળ્યો છે. ચાર્મહીનના બેસિક કોમ્પ્યુટર કોર્ષ પછી છ મહિનાના કોડિંગ કોર્ષની શરૂઆત કરી છે.

Next Article