મોબાઈલ ચાર્જર ખરીદતા પહેલા આ સિમ્બોલ કરો ચેક, ચાર્જર અસલી છે કે નકલી આ રીતે જાણી શકશો, જુઓ વીડિયો

આપણે સૌ જાણીએ છે આજકાલ ઘણી મોબાઈલ  કંપનીઓ પોતાના ગ્રાહકોને ફોનની સાથે ચાર્જર નથી આપતી અને ગ્રાહકોને તેના માટે બીજેથી ચાર્જર ખરીદવું પડતુ હોય છે. ત્યારે સ્વાભાવિક વાત છે આટલા મોંઘા ફોનમાં કોઈ પણ ચાલુ કંપનીનુ ચાર્જર લગાવી દેતુ ખતરનાક સાબિત થઈ શકે છે. ત્યારે બઝાર માંથી ચાર્જર ખરીદતી વખતે તે અસલી છે કે નકલી તે કેવી રીતે જાણી શકાય જેથી તમારા ફોનને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય.

મોબાઈલ ચાર્જર ખરીદતા પહેલા આ સિમ્બોલ કરો ચેક, ચાર્જર અસલી છે કે નકલી આ રીતે જાણી શકશો, જુઓ વીડિયો
Before buying a mobile charger check this is real or fake
| Edited By: | Updated on: Nov 06, 2023 | 1:50 PM

આજકાલ ઘણીવાર એવી ઘટનાઓ સામે આવે છે કે મોબાઈલ ફોનને ચાર્જમાં રાખ્યો હોય અને ચાર્જમાં રાખીને ગેમ રમતા કે ફોન પર વાત કરતા મોબાઈલ ફોન અચાનક ફાટી જાય છે. જે ખુબ જ ગંભીર ઘટના છે. જો કે આવુ મોટા ભાગે ચાર્જર નકલી હોય ત્યારે બને છે. આપણે સૌ જાણીએ છે આજકાલ ઘણી મોબાઈલ  કંપનીઓ પોતાના ગ્રાહકોને ફોનની સાથે ચાર્જર નથી આપતી અને ગ્રાહકોને તેના માટે બીજેથી ચાર્જર ખરીદવું પડતુ હોય છે.

ત્યારે સ્વાભાવિક વાત છે આટલા મોંઘા ફોનમાં કોઈ પણ ચાલુ કંપનીનુ ચાર્જર લગાવી દેતુ ખતરનાક સાબિત થઈ શકે છે. ત્યારે બઝાર માંથી ચાર્જર ખરીદતી વખતે તે અસલી છે કે નકલી તે કેવી રીતે જાણી શકાય જેથી તમારા ફોનને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય. ચાલો સમજીએ.

ચાર્જર અસલી છે કે નકલી આ રીતે જાણો

your_kumar_sir નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલા વીડિયોમાં મુકેશ કુમાર મોબાઈલ ચાર્જરને ઓળખવાની ટિપ્સ આપતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તેને એવું કહેતા સાંભળી શકાય છે કે હાલમાં જ ચાર્જર સાથે જોડાયેલા મોબાઈલ ફોનથી વાત કરતી વખતે એક બાળક સાથે અકસ્માત થયો અને તેનો હાથ દાઝી ગયો.

આ માટે મોબાઈલ ચાર્જર જવાબદાર છે, તેથી તેને ખરીદતી વખતે તેને ઓળખવું જરૂરી છે. તેમણે કહ્યું કે ચાર્જર ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખવું જેમાં તેઓ જણાવે પણ છે કે ચાર્જરમાં બનાવેલ બે ચોરસ બોક્સ, નંબર 8 જેવું ચિન્હ અને ઘર જેવા આકારનો એરો હોય આવા ચાર્જર સારી ગુણવત્તાના હોય છે. આ સાથે, BIS કેર વેબસાઇટ પર જાઓ અને ચાર્જર પર લખાયેલ કોડ દાખલ કરી તમે ચાર્જરની તમામ વિગતો જાણી શકો છો અન તેના પરથી સમજી શકાય છે કે ચાર્જર અસલી છે કે નકલી

વીડિયો પર લોકોની પ્રતિક્રિયા

વીડિયો શેર થયા બાદ તેને 10 લાખથી વધુ લાઈક્સ મળી ચુક્યા છે અને લોકો તેને કુમાર સર દ્વારા આપવામાં આવેલી માહિતીને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેનો આનંદ પણ લઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ખૂબ સારી માહિતી. મારી આંખો ખોલી. બીજાએ લખ્યું, ‘સારું છે કુમાર સાહેબ પણ આ બધું કોણ કરશે?’ ત્રીજાએ લખ્યું, ‘કોડ પણ કોપી થઈ જશે તો શું કરીશું?’ ચોથાએ લખ્યું, ‘મારા ચાર્જરમાં ત્રણેય માર્ક છે.’

Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.