
ભારતમાં સાયબર કૌભાંડો વધી રહ્યા છે. રોજ ઓનલાઈનના બહાને હજારો લોકો સાથે ઠગાઈ થતી હોય છે. ત્યારે સરકાર તેમજ સાયબર સેલ દ્વારા લોકોને અવાર નવાર આવી ચાલી રહેલી ઠગાઈથી બચવા અવાર નવાર જણાવવામાં આવે છે પણ તે સામે ઓનલાઈન છેતરપીંડી કરનાર લોકો પણ એટલા સ્માર્ટ થઈ ગયા છે કે તે કઈ ઘડીએ તેમારું બેન્ક અકાઉન્ટ ખાલી કરવી લે તેની ખબર જ નથી પડતી.
તેમા પણ આજકાલ યંગસ્ટરમાં Work From Homeનું ચલણ વધ્યું છે. લોકો ઓફિસ પર જઈને કામ કરવાનુ ટાળી રહ્યા છે અને તેની જગ્યાએ વર્ક ફ્રોમ હોમની ડિમાન્ડ કરી રહ્યા છે. જોકે આપણે બધાને ઘરેથી કામ કરવુ ગમતુ હોય છે. પરંતુ તાજેતરમાં આવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં વર્ક ફ્રોમ હોમના નામે મોટો સ્કેમ કરવામાં આવ્યો. જોકે ઘણા લોકોને ફોનમાં રોજ વર્ક ફ્રોમ હોમના મેસેજ આવતા હોય છે અને તે સમયે લોકો વિચારે કે ઘરે થી કામ કરવાનું મળી જાય તો કેટલુ સારુ કે બહાર ક્યાય જવુ જ ના પડે. જો કે આ રીતે મોટા કૌભાંડ પણ થઈ રહ્યા છે. ત્યારે આ કૌભાંડ કેવી રીતે થાય છે ચાલો તે સમજીએ.
આવા છેતરપિંડી હેઠળ, સ્કેમર્સ સામાન્ય રીતે જાણીતી કંપનીઓના એચઆર પ્રતિનિધિ હોવાનો ઢોંગ કરે છે અને લોકોને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને યુટ્યુબ વીડિયોને પસંદ કરવા અને ફોલો કરવા માટે લલચાવે છે. પીડિતોને વિશ્વાસ કરાવવામાં આવે છે કે આ એક કાયદેસરનો વ્યવસાય છે કારણ કે સ્કેમર્સ તેમને દૈનિક ચૂકવણી ઓફર કરવાનો દાવો કરે છે. જો કે આ પહેલા એ તમને થોડા પૈસાની ચૂકવણી પણ કહે છે જેના માટે તમારી કેટલી ડિટેલ્સને બધુ માંગવામાં આવે છે અને તેના આધારે તે તમારુ બેન્ક એકાઉન્ટ કઈ ઘડીએ સાફ કરી દે તે પણ ખબર નથી પડતી.
ત્યારે આવી ઘટનાઓથી બચવા માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે માહિતી આપી રહ્યા છીએ જે તમને આવી ઘટનાઓથી બચાવી શકે છે.
જો તમને ઘરેથી કામ કરવાની કોઈ તક મળે છે તો તમારે તપાસ કરવી પડશે કે તે અધિકૃત છે કે નહીં. તમારા સમય અથવા પૈસાનું રોકાણ કરતા પહેલા, તે કાયદેસર છે કે નહીં તેની સંપૂર્ણ તપાસ કરો. આ પ્રકારની સાવચેતી ખુબ જ જરુરી છે. હા વર્ક ફ્રોમ હોમથી ઘણો સમય બચી જાય છે પણ તેનાથી તમે કોઈ સ્કેમનો શિકાર તો નથી બની રહ્યા તેની પહેલેથી જ ચકાસણી કરી લો
સ્પમ મેસેજ, ઈમેઈલ કે ફોન કોલ્સ પર વિશ્વાસ ન કરો. ખાસ કરીને જો તેઓ તમારી પાસેથી વ્યક્તિગત માહિતી, નાણાકીય વ્યવહારો અથવા રોકાણો વિશે જાણવા માંગતા હોય આવા લોકો ક્યારે તમને છેતરી બેસે તે કહેવુ મુશ્કેલ છે.
તમારે તમારી અંગત માહિતી કોઈની સાથે શેર કરવાની જરૂર નથી. પાસવર્ડ, ક્રેડિટ કાર્ડની વિગતો, આધાર નંબર અથવા કોઈપણ સંવેદનશીલ માહિતી શેર કરશો નહીં. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈપણ વ્યક્તિગત માહિતી શેર કરશો નહીં.
હેલ્પલાઈન નંબર સર્ચ કરતી વખતે ધ્યાનમાં રાખો કે જો નંબરની આગળ AD લખેલું હોય તો તે નંબર પર ફોન ન કરો.
તેમજ જો કોઈની સાથે આ રીતના કોઈ કૌભાંડ થયો હોય તો સાયબર ફ્રોડના કિસ્સામાં ફોન નંબર 1930, 155260 અને 01204846100 પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકાય છે. આ સિવાય Cybercrime.gov.in પર પણ ફરિયાદ નોંધાવી શકાય છે.