Teslaને ટક્કર આપવા હવે Apple બનાવશે E-Car, જાણો સંપૂર્ણ વિગત

|

Jan 11, 2021 | 6:51 PM

Tesla ની 2021માં ભારતમાં એન્ટ્રી થવા જઇ રહી છે, દુનિયાની ઇલેક્ટ્રીક કાર બનાવતી નંબર 1 કંપની ટેસ્લાને ટક્કર આપવા માટે હવે એપલ આ ક્ષેત્રે ...

Teslaને ટક્કર આપવા હવે Apple બનાવશે E-Car, જાણો સંપૂર્ણ વિગત

Follow us on

Teslaની 2021માં ભારતમાં એન્ટ્રી થવા જઇ રહી છે, દુનિયાની ઇલેક્ટ્રીક કાર બનાવતી નંબર 1 કંપની ટેસ્લાને ટક્કર આપવા માટે હવે Apple આ ક્ષેત્રે ઝંપલાવવા જઇ રહ્યુ છે, તાજેતરમાં જ ટેસ્લા કંપનીના માલિક એલન મસ્ક દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે, હાલ ટેસ્લાને ટક્કર આપવા માટે માર્કેટમાં અન્ય કોઇ કંપની નથી પરંતુ હવે એપલ અને Hyundai મળીને સેલ્ફ ડ્રાઇવ ઇલેક્ટ્રિક કાર બનાવવાની યોજના પર કામ કરી રહ્યા છે, આ વાતનો દાવો કોરિયાની એક મીડિયા કંપનીએ કર્યો છે, Hyundai મોટરે એક નિવેદનમાં જણાવ્યુ કે કંપનીની એપલ સાથે આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે.

એપલ પોતાના ઉત્પાદનનું Manufacturing જાતે નથી કરતી જેથી તે કોરિયન ઓટોમોબાઈલ કંપની Hyundai સાથે મળીને આ પ્રોજેક્ટને શરૂ કરશે, બંને કંપનીઓ વચ્ચે ચાલી રહેલી વાતચીતની પુષ્ટિ કોરિયાની એક મીડિયા કંપનીએ કરી છે, મળતી માહિતી પ્રમાણે 2024 સુધીમાં તેનુ Manufacturing શરૂ થઇ જશે અને 2027 સુધીમાં કારને બજારમાં ઉતારવામાં આવશે. આ ગાડીનું શરૂઆતી Manufacturing અમેરિકાના જ્યોર્જિયામાં આવેલા કીઆ મોટર્સની ફેક્ટરીમાં કરવામાં આવશે.

Published On - 6:50 pm, Mon, 11 January 21

Next Article