મેટા-માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ WhatsAppએ વીડિયો કૉલ્સ માટે સ્ક્રીન શેરિંગ અને ‘લેન્ડસ્કેપ મોડ’ સુવિધા શરુ કરી છે. મેટાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) માર્ક ઝકરબર્ગે મંગળવારે આની જાહેરાત કરી હતી. ‘લેન્ડસ્કેપ’ એ વેબ પેજ, ચિત્ર, દસ્તાવેજ અથવા સંદેશ જેવી વિશાળ સ્ક્રીનની સામગ્રીને પ્રદર્શિત કરવા માટે ઉપયોગમાં લેવાતો એક મોડ છે.
ઝકરબર્ગે ફેસબુક પર લખ્યું હતુ કે, “અમે WhatsApp પર વીડિયો કૉલ દરમિયાન તમારી સ્ક્રીન શેર કરવાની ક્ષમતા ઉમેરી રહ્યા છીએ.” સ્ક્રીન શેરિંગ સુવિધા વપરાશકર્તાઓને કૉલ દરમિયાન તેમની સ્ક્રીનનો ‘લાઇવ’ દૃશ્ય શેર કરવાની મંજૂરી આપે છે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘શેર’ આઈકોન પર ક્લિક કરીને અને ચોક્કસ એપ્લિકેશનને શેર કરવા અથવા સમગ્ર સ્ક્રીનને શેર કરવા વચ્ચે પસંદગી કરીને આ સુવિધા શરૂ કરી શકાય છે. “હવે તમે તમારા ફોન પર વ્યાપક રુપથી જોવા અને શેર કરવાના અનુભવ માટે ‘લેન્ડસ્કેપ મોડ’માં વિડિયો કૉલ્સનો આનંદ પણ લઈ શકો છો,”નું મેટાએ જણાવ્યું હતુ.
Meta CEO માર્ક ઝકરબર્ગે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પર વિડિયો કોલ માટે સ્ક્રીન શેરિંગ અને લેન્ડસ્કેપ મોડ ફીચર શરૂ કર્યું છે. ફેસબુક પર ઝકરબર્ગની પોસ્ટ અનુસાર, સ્ક્રીન શેરિંગ વપરાશકર્તાઓને કૉલ દરમિયાન તેમની સ્ક્રીનનો લાઇવ દૃશ્ય શેર કરવાની મંજૂરી આપશે. આ નવી સુવિધાને શેર વિકલ્પ પર ક્લિક કરીને અને એપ્લિકેશન શેર કરતી વખતે આખી સ્ક્રીન શેર કરવાની વચ્ચે પસંદ કરીને શરૂ કરી શકાય છે.
વપરાશકર્તાઓને આ મોડથી ઘણો ફાયદો થશે, હવે તમને પહેલા કરતા મોટી સ્ક્રીનનો આનંદ મળશે અને સ્ક્રીન શેરિંગમાં વસ્તુઓ વધુ સારી રીતે દેખાશે અને તમે વધુ સારી રીતે વાતચીત કરી શકશો. આ ફીચર તમને વોટ્સએપ પર શેર ઓપ્શન પર મળશે.