આ છે તમારી SELFIEને ખૂબસૂરત અને બધાથી અલગ બનાવતી ટૉપ 6 મોબાઈલ Apps

સેલ્ફીના શોખીનો માટે એક સવાલ: શું તમે ઈચ્છો છો તેવી સેલ્ફી ફોનમાં નથી ક્લિક કરી શકતા? અને તેનાથી ક્યારેક ગુસ્સો પણ આવે છે કે પરેશાન પણ થાઓ છો? તો ડોન્ટ વરી, આજે અમે તમને કહીશું એવી કેટલીક મોબાઈલ એપ્લિકેશન્સ વિશે જે તમારા નોર્મલ ફોનથી લીધેલી સેલ્ફીને પણ ખૂબસૂરત બનાવી દેશે. બ્યૂટી પ્લસ મેજિકલ કેમેરા સારી […]

આ છે તમારી SELFIEને ખૂબસૂરત અને બધાથી અલગ બનાવતી ટૉપ 6 મોબાઈલ Apps
| Updated on: Feb 03, 2019 | 10:01 AM

સેલ્ફીના શોખીનો માટે એક સવાલ: શું તમે ઈચ્છો છો તેવી સેલ્ફી ફોનમાં નથી ક્લિક કરી શકતા? અને તેનાથી ક્યારેક ગુસ્સો પણ આવે છે કે પરેશાન પણ થાઓ છો?

તો ડોન્ટ વરી, આજે અમે તમને કહીશું એવી કેટલીક મોબાઈલ એપ્લિકેશન્સ વિશે જે તમારા નોર્મલ ફોનથી લીધેલી સેલ્ફીને પણ ખૂબસૂરત બનાવી દેશે.

બ્યૂટી પ્લસ મેજિકલ કેમેરા

સારી સેલ્ફી લેવા માગો છો તો આજે જ તમારા સ્માર્ટફોનમાં આ એપ્લિકેશન ઈન્સ્ટૉલ કરી લો. અહીં તમે તમારો ફોચો ઈચ્છો એ રીતે એડિટ કરી શકો છો. તેનાથી તમારા ચહેરા પરના ડાઘ-ધબ્બા હટી જશે. સાથે જ સ્કીનને રિટચ પણ કરી શકો છો.

રેટ્રિકા

સેલ્ફી માટે આ એક સારો વિકલ્પ છે. ગૂગલ પ્લે સ્ટોર પર તેને સારા રેટિંગ પણ મળ્યા છે. તેમાં ખૂબસૂરત તસવીરો, કૉલાજ, વીડિયો અને Gifs પણ બનાવી શકો છો. આટલું જ નહીં, આ ઍપ દ્વારા તમે ઓરિજીનલ સ્ટેમ્પની સાથે તમારી મેમરી પણ માર્ક કરી શકો છો.

TV9 Gujarati

 

પ્રિઝ્મા

સેલ્ફીને સારી ઈફેક્ટ આપવી હોય તો પ્રિઝ્માથી સારી એપ બીજી કોઈ ન હોઈ શકે. આ ફોટો એડિટિંગ એપ પહેલા ios માટે લૉન્ચ કરવામાં આવી હતી પરંતુ ખૂબ ઝડપથી હેન્ડ સ્કેચ બનાવતા ફીચરના કારણે હિટ થઈ ગઈ. યૂઝર્સ પોતીની પસંદગીની ઈફેક્ટ સિલેક્ટ કરી શકે છે.

ફ્રંટબેક

ઘણી વાર તમે સેલ્ફી લેવા ઈચ્છો છો પરંતુ સામેના લેન્ડસ્કેપના કારણે મિસ નથી કરવા માગતા. એવામાં ફ્રંટબેક એપ્લિકેશન તમારા કામમાં આવશે. આ એપ દ્વારા તમે ફ્રંટ અને બેક, બંને કેમેરાથી ફોટો ક્લિક કરી શકો છો. આ એપ દ્વારા સેલ્ફી લેજો અને આસપાસની ખૂબસૂરતીને સ્લફીનો ભાગ બનાવ્યો.

યુકેમ પરફેક્ટ

જો સેલ્ફીમાં કોઈ ના જોઈતું એલિમેન્ટ આવી જાય તો મૂડ બગડી જાય તે વાત સાચી છે. પણ તમારી આ સમસ્યાનું સમાધાન આપે છે યુકેમ પરફેક્ટ એપ. થોડી ક્લિક્સમાં જ તમે તમારી સેલ્ફીમાંથી ના જોઈતા એલિમેન્ટ્સ હટાવી શકો છો. આમ તો આ એપ શટર રિલીઝ બટન ક્લિક પહેલા જ ઘણી હદ સુધી તમારી સેલ્ફીને ઓટોમેટિકલી સુધારી દે છે.

કેંડી કેમેરા

તમારી સેલ્ફી ભીડમાં અલગ પડે, એના માટે તેમાં સારી ઈફેક્ટ્સ આપવી જરૂરી છે. કેંડી કેમેરા એપના માધ્યમથી તમે સેલ્ફીમાં 100 પિક્ચર ઈફેક્ટ અને ફિલ્ટર લગાવી શકો છો. બ્યૂટી ફંક્શન, સ્કિન સ્મૂધનિંગ ઈફેક્ટ તેમાંની કેટલીક ખાસ ઈફેક્ટ્સ છે.

[yop_poll id=1030]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]